<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

સાયબર ફ્રોડ નાનો હોય કે મોટો ફટાફટ ફરિયાદ ખુદ JCP દ્વારા લેવડાવામાં આવે છે

સુરતમાં સફળ રહેલી હિટ ફોર્મ્‍યુલાનો અમલ, અમદાવાદીઓ રાજી રાજી : હર્ષભાઈ સંઘવી, અનુપમસિંહ ગેહલોત અને નીરજ બડ ગુજ્જરની વધુ એક પ્રજા લક્ષી નીતિ

રાજકોટ, તા.,૧ :   અમદાવાદના પોલિસ કમિશનર તરીકે ચાર્જ લેતા સાથે જ નો ડ્રગ્‍સ ઈન સુરત જેવી હિટ ફોરમ્‍યુલા, હોય કે પછી આના જેવી જ અસરકારક નો વોન્‍ટેડ ઈન સુરત ક્રાઇમ, ગંભીર ઘટનાઓ રોકવા માટે માથાભારે તત્‍વોમાં પોલિસનો ખોફ પેદા કરવો, લોકોને મુદામાલ રકમ Can’t પરત અપાવવી, સાયબર ક્રાઇમને અસરકારક બનાવવું, આર્થિક ગુન્‍હા નિવારણ વિભાગ ટોપ પર મુકવા જેવી સુરતમાં સફળ અભિયાન હવે  સુરતથી વધુ અસરકારક બનાવવા અનુપમસિંહ ગેહલોતે ટેકનીકલ નોલેજ સાથે સામાન્‍ય લોકોની પીડા સારી રીતે સમજી શકે એવા જોઈન્‍ટ પોલિસ કમિશ્રર નીરજ બડ ગુજજર સાથે સંકલન કરી સાયબર ઠગનો ભોગ બનેલ સેક્‍ટર ૧ વિસ્‍તારના લોકો તુરંત ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ બોલાવવાની રણનીતિ ઘડી અમલ કરતા લોકોમાં પોલિસ સાથે રાજ્‍ય સરકાર સાથે નાયબ મુખ્‍ય મંત્રીની પોલિસીના જડબેસલાક અમલથી લોકોમાં એક ઉજવળ છબી ઉપસી રહી છે.

અમદાવાદ શહેર સેકટર -૧ હેઠળના જુદા જુદા પોલીસ સ્‍ટેશનોમાં સાયબર ક્રાઇમના જુદા જુદા ૮ ગુના નોંધી અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેરનાઓ સુચના મુજબ શ્રી નીરજકુમાર બડગૂજર સંયુક્‍ત પોલીસ કમિશનર સેક્‍ટર-૧ નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્‍ટેશનમાં નાગરિકો દ્વારા કરવામાં આવતી સાયબર ક્રાઇમને લગતી અરજી/રજુઆતને ગંભીરતાથી લઇ ગુના નોંધી ગુના શોધી કાઢવા તજવીજ કરાવતાં આજરોજ (૧) વાડજ પો.સ્‍ટે ફરિ.નો મોબાઈલ ફોન હેક કરી રૂપીયા ૨,૦૭,૪૯૯/ ઓનલાઈન ટ્રાન્‍સફર કરાવલ (૨) શહેરકોટડા પો.સ્‍ટે. ફરિયાદીની પત્‍નીનો મોબાઈલ ફોન હેક કરી રૂપિયા ૪૦,૦૦૦/- ઓનલાઈન ટ્રાન્‍સફર કરી લીધેલાનો (૩) બોડકદેવ પિતાજીએ નંબર આપ્‍યો છે અને ક્રીકેટ ગ્રાઉન્‍ડનુ બાકી ભાડુ ચુકવવાનુ છે તેમ ગુગલ પે દ્રારા ૫૫,૦૦૦/ ટ્રાંસફર કરાવી (૪) સોલા ખોટુ ઇસ્‍ટાગ્રામ બનાવી ફરિયાદીની દિકરીનો પ્રોફાઇલમા ફોટો અપલોડ કરેલાનો તથા (૫) વષાાપુર ફરિયાદીને Blinkit ના રિફંડના બહાને APK ફાઇલ મોકલી રૂ.૭૫,૦૦૦/-ની રકમ ટ્રાન્‍સફર કરી લીધેલાનો (૬) આનંદનગર પો.સ્‍ટે. પાસવર્ડ વિ પર્સનલ માહિતી ચોરી કરી રૂ. ૪,૭૦,૯૯૮.૫૧/- ટ્રાન્‍સફર કરી (૭) એલીસબ્રિજ પો.સ્‍ટે. અદાણી કંપનીમાંથી ગેસબીલ અપડેટ કરાવવા કહી રૂા. ૧,૬૩,૪૯૯ ઉપાડી લઇ (૮) રાણીપ પો.સ્‍ટે. ફરિયાદીને BGMI ગેમમાં UC રીફંડ કરાવવાના બહાને BGMI ગેમ તથા ઇ-મેઇલની સંપુર્ણ એક્‍સેસ લોગીન લઇ પાસવર્ડ ચેંજ કરી સાયબર ફ્રોડ કરી ખાતામાંથી નાણાં ઉપાડી લેવાની વિગેરે મોડસ ઓપરેન્‍ડીના ગુનાઓનોંધી આરોપીઓ શોધવા તજવીજ કરવામાં આવેલ છે.

વધુમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ અજાણી વ્‍યક્‍તિના ફોન, મેસેજ અથવા લિંક ઉપર વિશ્વાસ કરી OTP, UPI PIN, પાસવર્ડ, બેંક એકાઉન્‍ટની વિગતો કે વ્‍યક્‍તિગત માહિતી શેર કરવી નહીં.  કોઈ અજાણી APK ફાઇલ મોબાઇલમાં ઇન્‍સ્‍ટોલ કરવી નહીં તથા ઓનલાઈન રિફંડ, KYC, ગેસ બિલ, ગેમિંગ અથવા અન્‍ય કોઈપણ બહાને નાણાંની માંગણી કરવામાં આવે તો ખાસ સાવચેતી રાખવા તથા સાયબર ફ્રોડનો ભોગ બન્‍યા હોય તો તાત્‍કાલિક સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦ ઉપર સંપર્ક કરી ફરિયાદ કરવા અનુરોધ કરવામાં આવે છે

 

(2:22 PM IST)