<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

મનને જીતવાનો માર્ગ બતાવતું પુસ્‍તક ‘પતંજલિ યોગસૂત્રઃ સરળ ભાષામાં સમાધિ પાદ'

ડો.જિતેન્‍દ્ર અઢિયાનો અનોખો સંકલ્‍પ પુસ્‍તક કે પતંજલિ યોગસૂત્રના પ્રવચનોમાંથી કોઈ આર્થિક લાભનહીં લે

 

 

આજના સમયમાં માણસ પાસે સુખ-સુવિધાઓ વધી છે, પરંતુ તેની સાથે મનની અશાંતિ, ચિતા, તણાવ, ભય, નકારાત્‍મક વિચારો અને સતત દોડતા મનની સમસ્‍યાઓ પણ વધી રહી છે. આવા સમયમાં હજારો વર્ષ પહેલાં મહર્ષિ પતંજાલિએ આપેલું યોગસૂત્રનું જ્ઞાન આજના આધુનિક માનવી માટે પહેલાં કરતાં પણ વધુ પ્રાસંગિક બની રહ્યું છે.

આ અમૂલ્‍ય પ્રાચીન જ્ઞાન સામાન્‍ય માણસ સરળતાથી સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે તેવા ઉદ્દેશ સાથે જાણીતા માઇન્‍ડ ટ્રેનર, લેખક અને પ્રેરક વક્‍તા ડો. જિતેન્‍દ્ર અઢિયા દ્વારા 'પતંજાલિ યોગસૂત્ર : સરળ ભાષામાં - ભાગ ૧ (સમાધિ પાદ) 'પુસ્‍તક તૈયાર કરવામાં આવ્‍યું છે.

ડો. અઢિયાના મતે, ‘‘જો તમે તમારા મનને જીતી લો, તો દુનિયામાં જીતવા જેવું કંઈ બાકી રહેતું નથી.''

યોગ એટલે માત્ર આસન કે પ્રાણાયામ નહીં. મહર્ષિ પતંજાલિનો યોગ આપણને પોતાના મનને ઓળખવાની, વિચારોને સમજવાની, મનની ચંચળતાને શાંત કરવાની અને અંતે પોતાના સાચા સ્‍વરૂપ તરફ આગળ વધવાની દિશા બતાવે છે. યોગヘત્તિવૃત્તિનિરોધ'' જેવા ગહન સૂત્રોને પણ આ પુસ્‍તકમાં ખૂબ સરળ અને રોજિદા જીવન સાથે જોડાય તેવી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

આ પુસ્‍તકની વિશેષતા એ છે કે તેમાં યોગસૂત્રોને માત્ર ધાર્મિક કે દાર્શનિક લ્લષ્ટિએ રજૂ કરવામાં આવ્‍યા નથી, પરંતુ આજના માણસના જીવન સાથે જોડીને સમજાવવામાં આવ્‍યા છે. મન કેમ ભટકે છે? વિચારો આપણને કેમ પરેશાન કરે છે? સાચી શાંતિ ક્‍યાંથી મળે? મનને સ્‍થિર કેવી રીતે કરવું? ધ્‍યાનમાં આગળ કેવી રીતે વધવું? અને પોતાના સાચા સ્‍વરૂપની અનુભૂતિ તરફ યાત્રા કેવી રીતે શરૂ કરવી? આવા અનેક પ્રશ્નોના જવાબ તરફ સમાધિ પાદ વાચકને લઈ જાય છે.

યોગ એ ધર્મ નથી, વિજ્ઞાન છે. તે શરીર, મન અને આત્‍માને જોડવાની પદ્ધતિ છે.

આ વિચાર સાથે તૈયાર થયેલું આ પુસ્‍તક ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી બની શકે છે, જેઓ જીવનમાં માત્ર સફળતા જ નહીં, પરંતુ શાંતિ, સ્‍થિરતા, આત્‍મજાગૃતિ અને આંતરિક આનંદ પણ શોધી રહ્યા છે.

જ્ઞાનનો પ્રસાર, કમાણી નહીં

આ સમગ્ર કાર્ય પાછળ ડો. જિતેન્‍દ્ર અઢિયાએ એક વિશેષ સંકલ્‍પ લીધો છે, તેમણે નક્કી કર્યું છે કે પતંજાલિ યોગસૂત્ર પર લખાયેલા આ પુસ્‍તકમાંથી તેઓ પોતાના માટે કોઈ આર્થિક લાભ લેશે નહીં. એટલું જ નહીં, પતજલિ યોગસૂત્ર પર આપવામાં આવતા તેમના પ્રવચનો અને જ્ઞાનપ્રસારને પણ તેમણે વ્‍યક્‍તિગત કમાણીનું સાધન ન બનાવવાનો નિર્ણય કર્યો છે.

તેમનો હેતુ એક જ છે  મહર્ષિ પતંજાલિનું અમૂલ્‍ય જ્ઞાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકો તેને પોતાના જીવનમાં ઉતારીને મનની શાંતિ તથા આત્‍મજાગૃતિ તરફ આગળ વધે.

ડો. અઢિયા કહે છે ‘‘પતંજલિનું જ્ઞાન કોઈ એક વ્‍યક્‍તિનું નથી; તે સમગ્ર માનવજાત માટે છે. તેથી આ જ્ઞાનમાંથી પૈસા કમાવવાને બદલે તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવું એ મારા માટે સેવા છે.''

તેઓ વધુમાં કહે છે, ‘‘આ પુસ્‍તક લખવાનો મારો હેતુ માત્ર સૂત્રોનો અર્થ સમજાવવાનો નથી. મારો હેતુ એ છે કે વાચક પોતાના મનને ઓળખે, પોતાના દુઃખના મૂળ સુધી પહોંચે અને પોતાની અંદર રહેલી અપરિમિત શાંતિ, શક્‍તિ અને આનંદનો અનુભવ કરી શકે. જો આ પુસ્‍તકનો એક પણ વિચાર કોઈ વ્‍યક્‍તિના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન લાવી શકે, તો એ જ મારા માટે સૌથી મોટો પુરસ્‍કાર હશે.''

આ પુસ્‍તક વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો, પ્રોફેશનલ્‍સ, ગૃહિણીઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ યોગ, ધ્‍યાન, મન અને આધ્‍યાત્‍મિકતામાં રસ ધરાવતા દરેક વાચક માટે સરળ રીતે વાંચી શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્‍યું છે. આ પુસ્‍તક માત્ર વાંચવા માટે નથી - તેના પર મનન કરવા, અનુભવવા અને જીવનમાં ઉતારવા માટે છે. કદાચ પતંજલિ યોગસૂત્ર : સમાધિ પાદ''નું એક સૂત્ર, એક વિચાર અથવા એક પાનું પણ કોઈ વ્‍યક્‍તિને પોતાના મનને નવી રીતે ઓળખવાની પ્રેરણા આપી શ  પરંતુ પોતાના મનને સમજવાથી થાય છે.

પુસ્‍તકઃ

પતંજલિ યોગસૂત્ર

સરળ ભાષામાં  ભાગ ૧ (સમાધિ પાદ)

લેખકઃ ડો. જિતેન્‍દ્ર અઢિયા, એમ.ડી.

પુસ્‍તક પ્રાપ્‍તિ માટે

પ્રિન્‍ટ વિઝન, અમદાવાદ

મો.૯૮૨૫૦ ૨૯૩૦૨

(3:32 PM IST)