<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

રેશનકાર્ડ ધારકો માટે આનંદના સમાચાર: સપ્ટેમ્બર માસની રાહત દરની ખાંડ મેળવવાની મુદત ૩ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ; તહેવારો ટાણે લાખો પરિવારોને મોટી રાહત!

રાજ્ય સરકાર દ્વારા ૪,૫૦૦ મેટ્રિક ટન ખાંડનો નવો જથ્થો મંજૂર: અંત્યોદય કાર્ડધારકોને ₹૧૫ અને BPL ધારકોને ₹૨૨ પ્રતિ કિલોના ભાવે મળશે ખાંડ

ગાંધીનગર, તા.૦૧: આગામી તહેવારોની મોસમમાં રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની મીઠાશ બરોબર જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લીધો છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, રેશનકાર્ડ ધારકો તેમજ વાજબી ભાવની દુકાનદારો (FPS) માટે સપ્ટેમ્બર-૨૦૨૬ માસના ખાંડ વિતરણ અને ચલણ ભરવાની મુદત લંબાવીને ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ કરવાનો નિર્ણય લેવાયો છે.

 

સરકારના આ નિર્ણયથી રેશનકાર્ડ ધારકો તહેવારો પૂર્વે સમયસર અને કોઈપણ હાલાકી વિના સસ્તા દરે ખાંડનો જથ્થો મેળવી શકશે.


 

રેશનકાર્ડ મુજબ ખાંડના રાહત દર

જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને સરકારી યોજના અંતર્ગત સબસિડી વાળા દરે ખાંડ પૂરી પાડવામાં આવશે:


 

  • અંત્યોદય રેશનકાર્ડ ધારકો: માત્ર ₹૧૫ પ્રતિ કિલોગ્રામ ના અતિ રાહત દરે ખાંડ આપવામાં આવશે.

 

  • બી.પી.એલ. (BPL) રેશનકાર્ડ ધારકો: માત્ર ₹૨૨ પ્રતિ કિલોગ્રામ ના ભાવે ખાંડનો જથ્થો મળશે.

 

તહેવારો પૂર્વે પુરવઠા વિભાગનું આગોતરું આયોજન

નાગરિકોને તહેવારો દરમિયાન ખાંડ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે પુરવઠા વિભાગ દ્વારા અગાઉથી જ મોટો જથ્થો ફાળવવામાં આવ્યો છે:


 

  • અગાઉની ફાળવણી: ઓગસ્ટ-૨૦૨૬માં આગોતરા આયોજનના ભાગરૂપે ૭,૧૦૦ મેટ્રિક ટન ખાંડનો જથ્થો રાજ્યભરમાં વિતરિત કરી દેવામાં આવ્યો હતો.

 

  • નવો જથ્થો મંજૂર: સપ્ટેમ્બર-૨૦૨૬ માસ માટે વધુ ૪,૫૦૦ મેટ્રિક ટન ખાંડની નવી ફાળવણીને સત્તાવાર મંજૂરી આપી દેવાઈ છે.

 

મુદત લંબાવાતાં હવે તમામ વાજબી ભાવની દુકાનો (FPS) પરથી લાભાર્થીઓ વિના વિઘ્ને પોતાનો હક્કનો ખાંડનો જથ્થો મેળવીને તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી શકશે.

 

(5:00 PM IST)