<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

વહીવટી તંત્રમાં ઉત્‍કળષ્ટતા લાવવા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય : કર્મયોગીઓ માટે ‘અટલ સુશાસન પુરસ્‍કાર' યોજનાની જાહેરાત

પ્રજા સાથે સીધા સંકળાયેલા ૭ વિભાગોના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓને દર વર્ષે ૨૫ ડિસેમ્‍બરે ‘સુશાસન દિવસે' રોકડ પુરસ્‍કાર અને પ્રમાણપત્રથી કરાશે સન્‍માનિત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૧ : રાજ્‍યના વહીવટી તંત્રમાં ઉત્‍કળષ્ટ કામગીરીને પ્રોત્‍સાહન આપવા અને નાગરિકલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ગુજરાત સરકારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી ‘અટલ સુશાસન પુરસ્‍કાર' યોજના અમલી બનાવવાની જાહેરાત કરી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્‍મજયંતી ઉજવણીના અનુસંધાનમાં શરૂ કરાયેલી આ યોજના હેઠળ ૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીની કામગીરીનું મૂલ્‍યાંકન કરાશે.

આ યોજનામાં પ્રજા સાથે સીધા જોડાયેલા ૭ વિભાગોને આવરી લેવાયા છેઃ

૧. આરોગ્‍ય વિભાગ (CDHO, વર્ગ-૧), ૨. શિક્ષણ વિભાગ (DEO/DPEO, વર્ગ-૧), ૩. માર્ગ-મકાન વિભાગ (કાર્યપાલક ઈજનેર, વર્ગ-૧), ૪. પુરવઠા વિભાગ (DSO, વર્ગ-૧), ૫. રમતગમત વિભાગ (DSO, વર્ગ-૨), ૬. પંચાયત વિભાગ (TDO, વર્ગ-૨), ૭. મહેસૂલ વિભાગ (મામલતદાર, વર્ગ-૨)

પુરસ્‍કાર સ્‍વરૂપે વર્ગ-૧ના અધિકારીઓને રૂ. ૩૧,૦૦૦ અને વર્ગ-૨ના અધિકારીઓને રૂ. ૨૧,૦૦૦ની રોકડ રકમ સાથે 'Certificate of Excellence' એનાયત કરાશે.

પસંદગી માટે વિભાગીય સચિવો અને કલેક્‍ટરશ્રીઓની અધ્‍યક્ષતામાં વિશિષ્ટ સમિતિઓ રચાશે. તમામ વિભાગોએ ૩૦ નવેમ્‍બર સુધીમાં મૂલ્‍યાંકન પૂર્ણ કરી ૧૦ ડિસેમ્‍બર સુધીમાં જીએડીને નામો મોકલવાના રહેશે. ત્‍યારબાદ ૨૫ ડિસેમ્‍બરે ‘સુશાસન દિવસે' વિજેતા કર્મયોગીઓનું જાહેર સન્‍માન કરાશે.

(3:31 PM IST)