News of Sunday, 27th September 2026
'ઓલિમ્પિક્સ 2036 અમદાવાદમાં યોજવા 100% પ્રયાસ કરીશું': મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : જાણો હોસ્ટ સિટી બનવા કેવી તૈયારી
ભારતે IOCને સત્તાવાર Letter of Intent આપ્યું : અમદાવાદ મુખ્ય હોસ્ટ સિટી, મોટેરા સ્પોર્ટ્સ એન્ક્લેવ, શેલામાં 2 લાખ ચોરસ મીટરનું નવું ઓલિમ્પિક સ્ટેડિયમ બનશે

અમદાવાદ તા.૨૭ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે ઓલિમ્પિક્સ 2036 અમદાવાદમાં યોજવા માટે રાજ્ય સરકાર 100% પ્રયાસ કરશે. ભાવનગરમાં યુવા સંવાદમાં તેમણે કહ્યું કે રાજ્યમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, ત્યારબાદ ઓલિમ્પિક યોજવાની તૈયારી ચાલી રહી છે.
ભારત સરકારે 2036 સમર ઓલિમ્પિક્સ હોસ્ટ કરવા IOCને સત્તાવાર Letter of Intent રજૂ કર્યો છે, જેમાં અમદાવાદને મુખ્ય હોસ્ટ સિટી તરીકે પ્રોજેક્ટ કરાયું છે.
સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ મોટેરામાં સાબરમતી કિનારે એક્વાટિક સેન્ટર, ટેનિસ કોર્ટ, ઈન્ડોર એરેના સાથે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણાધીન. શેલા રિંગ રોડ સ્ટેડિયમ TP-204માં 2 લાખ ચો.મી.થી વધુ જમીન પર ઈન્ટરનેશનલ લેવલનું નવું ઓલિમ્પિક સ્ટેડિયમ બનશે, જે નારણપુરા કોમ્પ્લેક્સ કરતા 3 ગણું મોટું હશે.
ઓલિમ્પિક વિલેજ 17,500થી વધુ એથ્લેટ્સ રહી શકે તેવું વિલેજ બનાવવાનું આયોજન.અન્ય સુવિધા નારણપુરા અને કરાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર, મેટ્રો, BRTS અને એરપોર્ટ વિસ્તરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય કેન્દ્ર રહેશે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
