News of Sunday, 27th September 2026
'ટીવીમાં દેખાય એટલે સ્ટાર નહીં. રીલ જોઈને નિર્ણય ન લો, પ્રશ્ન પૂછો': ગાંધીનગરમાં IAS તુકારામ મુંડેની વિદ્યાર્થીઓને સલાહ
મહારાષ્ટ્ર FDA કમિશનરની કર્ણાવતી યુનિવર્સિટીમાં પ્રથમ ગુજરાત મુલાકાત : 'એવું કામ કરો કે સિસ્ટમ હલી જાય', ફૂડ સેફ્ટી પર ગંભીર ચેતવણી

ગાંધીનગર તા.૨૭ : મહારાષ્ટ્રના FDA કમિશનર અને જાણીતા IAS તુકારામ મુંડેએ પ્રથમ વખત ગુજરાતની મુલાકાત લઈ ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો.
'સ્ટ્રેટ ટોક વિથ FDA કમિશનર - તુકારામ સે ટક્કર' થીમ હેઠળ યોજાયેલા અઢી કલાકના સેશનમાં તેમણે યુવાનોને કહ્યું - "TVમાં દેખાય એટલે સ્ટાર નહીં, રીલ જોઈને નિર્ણય ન લો, પ્રશ્ન પૂછો, હકીકત જાણો અને એવું કામ કરો કે સિસ્ટમ હલી જવી જોઈએ."
તેમણે કહ્યું કે ભ્રામક ખાદ્ય જાહેરાત કરનારાઓને સ્ટાર ન ગણો. દેશમાં 65-70% બીમારીઓ બિન-ચેપી રોગો (NCD) જેવા કે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ છે જેનું મોટું કારણ અસુરક્ષિત ખોરાક છે. ફૂડ સેફ્ટી માત્ર પરમિશન લેવા પૂરતી નથી, ગુણવત્તાનું પાલન જરૂરી છે.
તેમણે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે નાગપુરમાં કમિશનર હતા ત્યારે કોરોનાથી એક મૃત્યુથી 3 દિવસ ઊંઘ ન આવી, અને 2017માં ધમકી મળવા છતાં પણ પ્રમાણિકતાથી કામ કર્યું.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
