News of Friday, 6th November 2026
લો બોલો નર્મદા જિલ્લામાં હવે માર્ગ પર ચાલવું પણ જોખમી...
બેસણા ગામના રોડ પર પગપાળા જતા મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતા મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બેસણા ગામના રોડ પર પગપાળા જતા મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું હતું.
મોહનભાઈ ઉબડીયાભાઈ વસાવા ( રહે.બેસણા આમલી ફળીયુ તા-ડેડીયાપાડા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ એક હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાઇકલ નંબર-GJ-22 AA-7825 ના ચાલકે પોતાના કબ્જામાની મો.સા. પુરઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી હંકારી લાવી મરનાર ધનુબેન ઉબડીયાભાઈ વસાવા( ઉ.વ.૬૦)( રહે.બેસણા આમલી ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓ રોડની બાજુમાં ચાલતા જતા હતા તેમને પાછળથી મો.સા. અથાડી દેતા રોડ ઉપર પડી જતા તેમને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરતા દેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
