તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ગુજરાત પોલીસમાં ૧૨,૯૯૩ જગ્યાઓ પર ભરતી
લોકરક્ષકમાં ૧૨,૭૫૨ અને પીએસઆઇ કેડરમાં ૨૪૧ જગ્યાઓ ભરાશે

ગાંધીનગર તા.૨૪: યુવાનોનું ખાખીનું સપનું હવે જલદી પુરુ થશે. પોલીસની તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરાયેલી ૩૦૦૦ ભરતીમાં જગ્યાઓનો વધારો કરાયો છે જેથી હવે કુલ ૧૨,૯૯૩ જગ્યાઓ પર ભરતી થશે જેમાં લોકરક્ષક કેડરમાં કુલ ૧૨,૭૫૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે અને PSI કેડરમાં પણ ૨૪૧ જગ્યાઓ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ૨૦ નવેમ્બરના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ગળહ વિભાગ દ્વારા વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં ૨૩ નવેમ્બરના રોજ નવી સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે.
PSI કેડરની ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી તાાતકની ડિગ્રી હોવી જરૂરી ગણાશે અને ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારાશે.
ઉમેદવારોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in‘ જોવાની સલાહ આપવામાં આવી છે
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
