<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 7 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓ જેલહવાલે

કોર્ટે સુનાવણી બાદ ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. 7 દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થતાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિકને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.  કોર્ટે સુનાવણી બાદ ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા હતા, જેમાં ૪ સગીરોનો સમાવેશ થાય છે, જ્યારે ૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આરોપીઓ પરવાનગી વગર ફેક્ટરી ચલાવતા હતા. પોલીસ તપાસ હજુ ચાલુ છે.

(11:36 PM IST)