તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
કરજણ ડેમના ૭ ગેટ ખોલી 54,928 ક્યુસેક પાણી છોડવાના આવ્યું : જળસપાટીમાં સતત વધારો
ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ નોંધાતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કરજણ ડેમની જળસપાટી 108.53 મીટર નોંધાઈ છે, હાલમાં ડેમની આવક 78372 ક્યુસેક સામે જાવક 82787 ક્યુસેક પાણી 7 ગેટ ખોલી છોડવામાં આવી રહ્યું છે. પાણીની સપાટી માં સતત વધારો થતા હજુ વધુ પાણી છોડવામાં આવશે. કરજણ ડેમ માંથી પાણી છોડતા નીચાણવાળા ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થયું છે, દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ કરજણ ડેમ માંથી પાણી છોડતા ધરતીપુત્રોના મહામૂલા પાકને નુકશાન થાય છે.સાંજે પાંચ વાગ્યાની સ્થિતિ એ કરજણ ડેમના ૭ ગેટ ખોલી 54,928 ક્યુસેક પાણી છોડવાના આવી રહ્યું છે અને જળસપાટીમાં સતત વધારો જોવા મળે છે. તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
