News of Thursday, 17th September 2026
છેડતીની FIRમાં ૭૦ વર્ષના વૃદ્ધને માત્ર ઉંમરના કારણે જામીન નહીં : હાઇકોર્ટ
એક વાર છેડતી કરી માફી માગ્યા બાદ ફરીથી અશ્લિલ માગણીઓ કરવાના આરોપસર માંડલ પો. સ્ટે.માં FIR

અમદાવાદઃ તા.૧૭: એક મહત્ત્વપૂર્ણ આદેશમાં હાઇકોર્ટે ઠરાવ્યું છે કે જામીન આપવાના મામલે ઉંમર એક મહત્ત્વપૂર્ણ પાસું હોય છે, તેમ છતાંય ૨૧ વર્ષીય યુવતીની વારંવાર છેડતી કરવાના આરોપમાં ૭૦ વર્ષીય વ્યક્તિને માત્ર ઉંમરના ગ્રાઉન્ડ પર આગોતરા જામીન આપી શકાય નહીં. ખાસ કરીને એવા કેસોમાં જ્યાં તપાસમાં હાથ આવેલા મટિરિઅલ પ્રથમલ્લષ્ટિએ આરોપોનું સમર્થન કરતાં હોય.
અમદાવાદ રૂરલના માંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આગોતરા જામીન મેળવવા ૭૦ વર્ષીય વૃદ્ધે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં જસ્ટિસ સંજીવ જે. ઠાકરે આદેશ કરતાં નોંધ્યું હતું કે,‘આ કેસ ૭૦ વર્ષીય અરજદાર દ્વારા ૨૧ વર્ષીય યુવતી (ફરિયાદી) પ્રત્યે વારંવાર કરવામાં આવેલા ગેરવર્તનના આક્ષેપોને લગતો છે. જ્ત્ય્ મુજબ અરજદારે અગાઉ પણ ફરિયાદીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે વર્તન બદલ માફી માંગી હતી. આ વાત મોબાઈલ ફોનમાં રેકોર્ડ પણ કરવામાં આવી હતી. જોકે, ૩૧.૦૭.૨૦૨૬ના રોજ ફરિયાદી એકલી હતી, ત્યારે અરજદારે ફરીથી અશ્લીલ માંગણીઓ કરી હોવાનો
આક્ષેપ છે. તેથી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદનો વગેરે પણ ફરિયાદીના આરોપોને સમર્થન આપે છે.
હાઇકોર્ટે વધુમાં નોંધ્યું હતું કે,‘તપાસ દરમિયાન એકત્રિત મટિરિઅલ એ ઘટનાક્રમ દર્શાવે છે જેને અવગણી શકાય તેમ નથી. અગાઉ છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ફરીથી ફરિયાદી પાસે અરજદારે અશ્લીલ માંગણીઓ કરી હોવાના આક્ષેપ છે. આ એવો કેસ નથી, જ્યાં માત્ર એક ઘટના બની હોય. કોર્ટ અરજદારની ૭૦ વર્ષની ઉંમરને પણ ધ્યાને લે છે, જે એક મહત્ત્વપૂર્ણ ફેક્ટર છે. પરંતુ તેની સાથે જ ફરિયાદી ૨૧ વર્ષની યુવતી છે અને પહેલા તેની છેડતી અને પછી અશ્લીલ માંગણી કરવામાં આવી હતી. આવા સંજોગોમાં અરજદારની ઉંમર જ માત્ર આગોતરા જામીન આપવા માટેનું કારણ હોઇ શકે નહીં. ખાસ કરીને આરોપોને સપોર્ટ કરતું મટિરિઅલ તપાસ દરમિયાન મળી આવ્યું હોય.
જોકે હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે,‘કોર્ટે આ મામલે આક્ષેપો સાચાં છે કે ખોટાં તે અંગેનો કોઇ અંતિમ અભિપ્રાય આપ્યો નથી. અરજદાર દોષી છે કે નિર્દોષ તેનો નિર્ણય તો પુરાવાના આધારે યોગ્ય સ્ટેજ પર થશે. હાલના તબક્કે રેકર્ડ પર આવેલી હકીકતો અને તથ્યો અરજદારની કાયદાકીય વધુ તપાસની જરૂરિયાત હોવાનું દર્શાવે છે. કોર્ટે એમ પણ નોંધ્યું છે કે,‘પ્રસ્તુત કેસમાં અરજદાર વિરુદ્ધ એક પછી એક એમ બે વાર આક્ષેપો થયા છે, ફરિયાદી યુવતીની ઉંમર, સાક્ષીઓના નિવેદનો, રેકર્ડ પર આવેલી હકીકતો, અગાઉ અરજદારે માંગેલી માફી સહિતના તમામ તથ્યોને ધ્યાનમાં લેતાં અરજદારની વિરુદ્ધ પ્રથમદ્રષ્ટિએ મામલો બનતો જણાય છે. તેથી આ કોર્ટ તેની સત્તાનો ઉપયોગ કરી તેને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરે છે અને અરજી રદ કરે છે.
અરજદાર આવું કૃત્ય કરવા શારીરિક રીતે અસક્ષમઃ આ કેસમાં અરજદાર વૃદ્ધ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર ૭૦ વર્ષની વયના છે અને તેમના પર જે કૃત્ય કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે (એટલે કે કોઈને બળપૂર્વક કાબૂમાં લેવાનું કૃત્ય), તે કરવા માટે તેઓ શારીરિક રીતે અસક્ષમ અને અસમર્થ છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
