<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

વંદે ભારતનો ગુજરાતમાં ૭૩ લાખ મુસાફરોએ લીધો લાભઃ રૂા.૭૨૨ કરોડની કમાણી

પ્રીમિયમ મુસાફરીઃ અમદાવાદ-મુંબઈ રૂટ પર સૌથી વધુ લોકોએ લાભ લીધો છે : વંદે ભારત એક્‍સપ્રેસ અમદાવાદ અને ગુજરાતમાં પ્રીમિયમ રેલ મુસાફરીનું મુખ્‍ય ચાલક બળ બની છે. ઓક્‍ટોબર ૨૦૨૨ અને માર્ચ ૨૦૨૬ વચ્‍ચે ૭૩ લાખ મુસાફરોએ વંદે ભારત એક્‍સપ્રેસમાં મુસાફરી કરી છે જેનાથી રેલવેને રૂા.૭૨૨ કરોડની આવક થઈ છે

અમદાવાદઃ  આ રૂટ પર લોકોએ લીધો સૌથી વધુ લાભ આ રૂટ  બિઝનેસ ટ્રાવેલર્સ, પ્રોફેશનલ્‍સ અને રેગ્‍યુલર મનપસંદ વિકલ્‍પ તરીકે ઉભરી આવ્‍યો છે. રેલવેના આંકડા અસાધારણ રીતે ઉંચા ઓક્‍યુપન્‍સી (મુસાફરોની સંખ્‍યા) સ્‍તર સૂચવે છે, જેમાં કેટલાક રૂટ પર ૧૪૦% સુધીની ઓક્‍યુપન્‍સી નોંધાઈ છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે કેટલીક સેવાઓ સતત તેની સંપૂર્ણ ક્ષમતાથી વધુ કાર્યરત છે, જ્‍યારે અન્‍યમાં ઓક્‍યુપન્‍સીનું સ્‍તર ૯૦% થી વધુ રહ્યું છે.

ગુજરાત સાથે જોડાયેલી છ વંદે ભારત સેવાઓમાં મુંબઈ સેન્‍ટ્રલ  ગાંધીનગર, સાબરમતી  જોધપુર, અમદાવાદ  ઓખા, મુંબઈ સેન્‍ટ્રલ  અમદાવાદ, સાબરમતી  વેરાવળ તથા અસારવા  ઉદયપુરનો સમાવેશ થાય છે. આ ટ્રેનો ઓક્‍ટોબર ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૬ વચ્‍ચે તબક્કાવાર શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓએ આ ટ્રેનોની વધતી જતી લોકપ્રિયતા માટે આધુનિક સુવિધાઓને જવાબદાર ગણાવી છે, જેમાં ઞ્‍ભ્‍લ્‍ આધારિત પેસેન્‍જર ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમ, રિક્‍લાઈનિગ સીટ્‍સ, મોબાઈલ ચાર્જિગ પોર્ટ્‍સ, ઈન્‍ફોટેનમેન્‍ટ સિસ્‍ટમ્‍સ, ઘ્‍ઘ્‍વ્‍સ્‍ સર્વેલન્‍સ અને બાયો-વેક્‍યુમ ટોયલેટનો સમાવેશ થાય છે. વધુમાં, શ્રેષ્ઠ કેટરિગ, સમયપાલન, ઉચ્‍ચ સુરક્ષાના ધોરણો અને મુસાફરીના સમયમાં ઘટાડાને કારણે આ સેવા પર મુસાફરોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૨૦૨૩માં ભારતીય રેલવેને બે મોટી ભેટ આપી હતી. જાન્‍યુઆરી ૨૦૨૩માં વંદે ભારત અને ડિસેમ્‍બર ૨૦૨૩માં અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી. બંને ટ્રેન ભારતના આધુનિક અને ઝડપી ટ્રેનમાં સામેલ છે. જોકે બંને ટ્રેનમાં કેટલોક તફાવત છે. વંદે ભારત ટ્રેન ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે, જ્‍યારે અમૃત ભારત ટ્રેન ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અમૃત ભારત ટ્રેનનું ભાડું વંદે ભારત કરતાં ઘણું ઓછું છે. અમૃત ભારતને મિડલ ક્‍લાસને ધ્‍યાનમાં રાખી બનાવવામાં આવી છે, તેમાં એક પણ AC કોચ નથી જ્‍યારે વંદે ભારતના તમામ કોચ AC છે

(2:36 PM IST)