તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Monday, 11th May 2026
શ્રી સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી ધ્વજા પૂજન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘જીર્ણોદ્ધાર 75 વર્ષ મહોત્સવ’માં સહભાગી થયા : સરદાર પટેલના સંકલ્પથી 1951માં થયેલા નવનિર્માણને યાદ કરી વિકાસ કાર્યોને બિરદાવ્યા

રાજકોટ : ભારતની આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મહાદેવ મંદિરના નવનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે ધ્વજા પૂજનમાં સહભાગી થઈ ભગવાન સોમનાથને દેશની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને અખંડતા માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને દીર્ઘદ્રષ્ટિથી 1951માં થયેલા સોમનાથ મંદિરના પુન:નિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ પાવન અવસરે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ‘જીર્ણોદ્ધાર 75 વર્ષ મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ તિર્થક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોને બિરદાવતા જણાવ્યું કે, “નવી પ્રદર્શન ગેલેરી, પ્રોમેનેડ અને યાત્રિક સુવિધાઓથી લાખો શ્રદ્ધાળુઓને અનેરો લાભ થશે. સોમનાથનો વિકાસ એટલે ભારતની સંસ્કૃતિનો વિકાસ.”
સાંસદ રામભાઈ મોકરિયાએ ઉમેર્યું કે, “સોમનાથ માત્ર મંદિર નથી, એ ભારતનો સ્વાભિમાનનો સ્તંભ છે. અનેક આક્રમણો છતાં જે રીતે સોમનાથ વારંવાર ઉભો થયો છે એ સનાતન ભારતની અજેય ચેતનાનું પ્રતીક છે. જીર્ણોદ્ધારના 75 વર્ષ એ સરદાર સાહેબના ‘એક ભારત’ના સંકલ્પને પણ ઉજાગર કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સોમનાથ તીર્થનો જે ભવ્ય વિકાસ થયો છે તેનાથી સમગ્ર વિશ્વના શિવભક્તોને અનેરો આનંદ થશે.”
આ તકે સાંસદ રામભાઈ મોકરિયાએ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને કાર્યક્રમના આયોજકોને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને દેશવાસીઓને સોમનાથ દર્શન માટે પધારવા આમંત્રણ આપ્યું હતું.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
