તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
રાજ્યના ૭૭ તાલુકામાં મેઘમહેરઃ નડિયાદમાં સૌથી વધુ ૨.૪ ઇંચ વરસાદ: અમરેલીના લાઠી તથા આણંદના સોજીત્રામાં ૧.૧૮ ઇંચ પડયો

વાપી : (જીતેન્દ્ર રુપારેલીયા દ્વારા) આજે સવાર સુધીમાં રાજ્યના ૭૭ તાલુકામાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં સૌથી વધુ ૨.૪ ઇંચ, માતરમાં ૧.૬૫ ઇંચ અને ખેડામાં ૧.૨૬ ઇંચ વરસાદ વરસ્યો છે.
અમરેલી જિલ્લાના લાઠી તથા આણંદ જિલ્લાના સોજીત્રામાં ૧.૧૮ ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં ૧.૧ ઇંચ અને સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧.૦૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
