News of Thursday, 30th July 2026
ઇ-કોમર્સ પ્લેટફોર્મથી કરાતી ખરીદી અંગે ૪ વર્ષમાં ૭૯૦૦૦ ફરિયાદ
ગ્રાહકો દ્વારા નેશનલ કન્ઝ્યુમર હેલ્પ લાઇનને ભ્રામક માહિતીની ફરિયાદ

અમદાવાદ તા.૩૦: ગુજરાત સહિત દેશભરમાં ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમના પ્લેટફોર્મથી નાગરિકો હવે જંગી ખરીદી કરતા થયા છે પરંતુ તેને લગતી ફરિયાદોમાં પણ જંગી વધારો થવા પામ્યો છે. ગુજરાતમાં ૭૯ હજાર જેટલી ફરિયાદો નેશનલ કન્ઝ્યુમર હેલ્પ લાઇનને મળવા પામી છે. આ ફરિયાદોમાં ભ્રામક જાહેરાત અને અનુચિત વેપાર પધ્ધતિ વિગેરેનો પણ સમાવેશ થાય છે.
ડિજિટલ અને ઓનલાઇન યુગમાં નાગરિકો દ્વારા ઘરેથી જ ચીજ વસ્તુઓ મંગાવવાનું ચલણ વધી રહ્યું છે. આ માટેના ઇ-કોમર્સ પ્લેટફોર્મમાંથી સારી કે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ આવે છે તેની સાથે ઘણીવાર ખામીયુક્ત કે જે માહિતી આપી હોય તેના કરતા અલગ ચીજવસ્તુઓ પણ આવતી હોય છે. તેના કારણે ગ્રાહકોને નુકસાન પણ થયું હોય છે. અનેક કિસ્સામાં ડિજિટલ પ્લેટફોર્મ પર ભ્રામક જાહેરાત દર્શાવી વ્યાપારની અયોગ્ય પધ્ધતિઓ પણ અપનાવાઇ રહી છે. લોકસભામાં ગ્રાહકોના મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ ફક્ત ગુજરાત જ નહીં દેશના તમામ રાજ્યમાંથી રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પ લાઇનને સેંકડોની સંખ્યામાં ફરિયાદો મળી રહી છે. ૧૯૧૫ ટોલ ફ્રી નંબર પર મળતી આવી ફરિયાદોમાં તપાસ બાદ તેનું નિવારણ પણ કરવામાં આવે છે. એપ્રિલ-૨૦૨૫થી જુન-૨૦૨૬ સુધીના સમયગાળામાં હેલ્પ લાઇન ઉપર રિફંડ સહિતના દાવાની મળેલી ફરિયાદોમાંથી કુલ ૧,૪૭,૦૦૦ ગ્રાહકોને ઇ-કોમર્સ સાથે જોડાયેલી ફરિયાદોમાં કુલ ૬૩ કરોડ સહિત કુલ ૯૧ કરોડ રૂપિયાનું રિફંડ અપાવવામાં આવ્યું છે. આ માટે ઇ-જાગૃતિ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, કર્ણાટક અને બિહાર સહિત અનેક રાજ્ય એવા છે જેમાંથી સૌથી વધુ ફરિયાદો કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ લાવવામાં આવ્યો છે. તે સિવાય અન્ય રાજ્યમાંથી પણ નોંધપાત્ર ફરિયાદો મળવા પામી છે. જો કે દર વર્ષે હજ્જારોની સંખ્યામાં મળતી ફરિયાદો દર્શાવે છે કે ગ્રાહકોએ ઇ-કોમર્સના વિવિધ પ્રકારના પ્લેટફોર્મથી કરાતી ઓફરને વધુ સાવધાનીથી ચકાસીને ખરીદી કરવાની જરૂર છે.
ગુજરાતમાંથી મળેલી ફરિયાદો
વર્ષ ૨૦૨૩૨૦,૬૪૬
વર્ષ ૨૦૨૪૨૧,૨૧૬
વર્ષ ૨૦૨૫૨૭,૪૮૦
વર્ષ ૨૦૨૬(માર્ચ સુધી)૮૭૭૯
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
