News of Wednesday, 4th November 2026
પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે ગોલખ (દાનપેટી) ની ગણતરીનો 7મો દિવસ: 6 દિવસની મંદિરને રૂ,1,83,48,700થી વધુની દાનની આવક
હાલ નાની ચલણી નોટોની ગણતરી ચાલુ અને હજુ પણ આગામી 3 દિવસ સુધી આ ગણતરી ચાલુ રહેવાની શક્યતા .

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને શક્તિપીઠ સમાન યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલા દાનની ગણતરી હાથ ધરવામાં આવી છે. આજે મંદિરની ગોલખ (દાનપેટીઓ) ની ગણતરીનો 7મો દિવસ છે. માં બહુચરના દર્શનાર્થે આવતા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓએ ખુલ્લા મનથી દાન અર્પણ કર્યું હોવાથી આ વખતે દાનની રકમનો આંકડો અત્યંત માતબર જોવા મળી રહ્યો છે.
મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ ગણતરી પ્રક્રિયાના પ્રથમ 6 દિવસની અંદર જ બહુચરાજી મંદિરને કુલ 1,83,48,700 રૂપિયા જેટલી માતબર રકમનું દાન મળી ચૂક્યું છે. શરૂઆતના દિવસોમાં સૌથી પહેલા 500 રૂપિયા મૂલ્યની મોટી ચલણી નોટોની ગણતરી પૂરી કરવામાં આવી હતી, જેના કારણે ઝડપથી કરોડો રૂપિયાનો આંકડો સ્પર્શ થઈ ગયો હતો.
હાલમાં મંદિર વહીવટી તંત્રના કર્મચારીઓ દ્વારા નાની ચલણી નોટોની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. રોકડ રકમ અને નોટોનો જથ્થો વધુ પ્રમાણમાં હોવાના કારણે હજુ પણ આ ગણતરી કામગીરી આગામી 3 દિવસ સુધી સતત ચાલુ રહેવાની સંભાવના છે. બહુચરાજી મંદિરની તિજોરીમાં ભક્તોના દાનથી કરોડો રૂપિયાનો વધારો થતાં સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં હરખની હેલી જોવા મળી રહી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
