હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પલસાણા, બારડોલી અને ઉમરગામમાં ૮ ઇંચ : વાપી અને મહુવામાં ૭.૫ ઇંચ
રાજ્યના ૨૩ જીલ્લાના ૧૦૭ તાલુકાઓમાં ‘હેત' વરસાવતા મેઘરાજા : આજે સવારથી જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં મેઘાનો મુકામ : દક્ષિણ ગુજરાતમાં ૮ ઇંચ તો પુર્વ અને મધ્ય ગુજરાતમાં ૨ ઇંચ સુધીનો વરસાદ : કચ્છ અને ઉત્તર ગુજરાત મોટાભાગે કોરાધાકડ, દમણ અને સેલવાસમાં ભારે વરસાદ, ૫ દિવસ ભારે વરસાદની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : મેઘરાજાએ જગતના તાતનો પોકાર સાંભળ્યો હોય ‘હેત' વરસાવવાનું શરૂ કર્યું છે.
રાજ્યના ૨૩ જીલ્લાના ૧૦૭ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ થી ૨૦૩ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાત પંથકમાં ૮ ઇંચ સુધીનો, પુર્વ અને મધ્ય ગુજરાત પંથકમાં ૨ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત મોટા ભાગે કોરોધાકડ રહેવા પામ્યો છે, સાથે સાથે મેઘરાજા દમણ અને સેલવાસમાં પણ મન મૂકીને વરસ્યા છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૫ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે તંત્ર સતર્ક બન્યું છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જીલ્લા અનુસાર જોઈએ તો, સુરત જિલ્લો : પલસાણામાં ૨૦૩ મી.મી., બારડોલીમાં ૧૯૭ મી.મી., મહુવામાં ૧૯૧ મી.મી., અંબિકામાં ૧૬૪ મી.મી., ઉમરપાડામાં ૧૨૦ મી.મી., ઓલપાડમાં ૩૧ મી.મી., માંડવીમાં ૨૫ મી.મી., સુરત શહેરમાં ૨૪ મી.મી., અરેઠમાં ૨૩ મી.મી., કામરેજમાં ૧૫ મી.મી., ચોર્યાસીમાં ૧૪ મી.મી. અને માંગરોળમાં ૧૩ મી.મી. વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લો : ઉમરગામમાં ૧૯૬ મી.મી., વાપીમાં ૧૮૯ મી.મી., પારડીમાં ૧૧૩ મી.મી., વલસાડમાં ૮૧ મી.મી., નાનાપોંઢામાં ૨૨ મી.મી., ધરમપુરમાં ૧૯ મી.મી. અને કપરાડામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો.
જૂનાગઢ જિલ્લો : માળિયા હાટીનામાં ૧૭૮ મી.મી., કેશોદમાં ૧૩૨ મી.મી., માંગરોળમાં ૧૨૧ મી.મી., ભેસાણમાં ૧૦૭ મી.મી., જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૬૩-૬૩ મી.મી., મેંદરડામાં ૪૪ મી.મી., માણાવદરમાં ૩૧ મી.મી., વંથલીમાં ૨૯ મી.મી. અને વિસાવદરમાં ૨૬ મી.મી. વરસાદ નોંધાયો.
ગીર સોમનાથ જિલ્લો : સુત્રાપાડામાં ૧૩૩ મી.મી., પાટણ-વેરાવળમાં ૮૫ મી.મી., ઊનામાં ૨૬ મી.મી., તલાલામાં ૨૬ મી.મી., ગીર ગઢડામાં ૨૪ મી.મી. અને કોડીનારમાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો.
તાપી જિલ્લો : વાલોડમાં ૧૦૨ મી.મી., વ્યારામાં ૯૨ મી.મી., ડોલવણમાં ૫૪ મી.મી., સોનગઢમાં ૨૪ મી.મી., ઉકાઈમાં ૧૬ મી.મી. અને ઉચ્છલમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
નવસારી જિલ્લો : ગણદેવીમાં ૭૭ મી.મી., નવસારીમાં ૭૪ મી.મી., ખેરગામમાં ૭૩ મી.મી., વાંસદામાં ૬૭ મી.મી., જલાલપોરમાં ૬૬ મી.મી. અને ચીખલીમાં ૫૬ મી.મી. વરસાદ નોંધાયો.
રાજકોટ જિલ્લો : લોધિકામાં ૮૫ મી.મી., ગોંડલમાં ૭૨ મી.મી., જામકંડોરણામાં ૬૩ મી.મી., કોટડા સાંગાણીમાં ૪૪ મી.મી., ધોરાજીમાં ૩૫ મી.મી., જેતપુરમાં ૨૭ મી.મી., રાજકોટમાં ૮ મી.મી., ઉપલેટામાં ૨ મી.મી. અને જસદણમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
નર્મદા જિલ્લો : સાગબારામાં ૮૩ મી.મી., ચીખડામાં ૩૩ મી.મી., તિલકવાડામાં ૨૭ મી.મી., ગરુડેશ્વરમાં ૧૭ મી.મી., નાંદોદમાં ૬ મી.મી. અને ડેડિયાપાડામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો.
અમરેલી જિલ્લો : બગસરામાં ૫૨ મી.મી., રાજુલામાં ૪૫ મી.મી., અમરેલીમાં ૪૦ મી.મી., કુંકાવાવ-વડિયામાં ૩૦ મી.મી., લીલિયામાં ૨૪ મી.મી., બાબરામાં ૭ મી.મી., લાઠીમાં ૭ મી.મી., ખાંભામાં ૩ મી.મી., જાફરાબાદમાં ૩ મી.મી. અને ધારીમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
છોટાઉદેપુર જિલ્લો : કવાંટમાં ૫૬ મી.મી., નસવાડીમાં ૨૮ મી.મી., સંખેડામાં ૨૫ મી.મી., જેતપુર પાવીમાં ૧૪ મી.મી. અને છોટાઉદેપુરમાં ૭ મી.મી. વરસાદ નોંધાયો.
વડોદરા જિલ્લો : પાદરામાં ૪૩ મી.મી., વડોદરા શહેરમાં ૪ મી.મી. અને વાઘોડિયામાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
ડાંગ જિલ્લો : વઘઈમાં ૪૨ મી.મી., સુબીરમાં ૪૦ મી.મી. અને આહવામાં ૧૫ મી.મી. વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લો : ધંધુકામાં ૩૯ મી.મી. અને ધોળકામાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લો : કાલોલમાં ૩૬ મી.મી. અને હાલોલમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો.
ભરૂચ જિલ્લો : નેત્રંગમાં ૨૭ મી.મી., હાંસોટમાં ૨૬ મી.મી., આમોદમાં ૮ મી.મી., ઝઘડિયામાં ૫ મી.મી., વાલિયામાં ૫ મી.મી., અંકલેશ્વરમાં ૪ મી.મી. અને જંબુસરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયામાં ૨૧ મી.મી., જામનગર જિલ્લામાં કાલાવડમાં ૧૬ મી.મી. અને જામજોધપુરમાં ૪ મી.મી., ભાવનગર જિલ્લામાં મહુવામાં ૨૪ મી.મી., ગારિયાધારમાં ૫ મી.મી., તળાજામાં ૩ મી.મી. અને જેસરમાં ૨ મી.મી., અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં ૫ મી.મી., સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણમાં ૫ મી.મી. અને ચૂડામાં ૩ મી.મી., પોરબંદર જિલ્લામાં રાણાવાવમાં ૩ મી.મી., મહેસાણા જિલ્લામાં મહેસાણામાં ૬ મી.મી. તથા આણંદ જિલ્લામાં અંકલાવમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
