તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
નવસારી નજીક નેશનલ હાઈવે પર પિકઅપ વાન પલટી જતાં ગમખ્વાર અકસ્માતમાં 8 લોકો ઘાયલ
સુરતના વરાછા વિસ્તારનો એક પરિવાર પારનેરા ડુંગર ખાતે દર્શન કરીને પરત ફરતો હતો ત્યારે પિકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું

નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક પિકઅપ વાન પલટી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે. સુરતના વરાછા વિસ્તારનો એક પરિવાર પારનેરા ડુંગર ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન પિકઅપ વાનના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું.
આ વાનમાં સવાર પરિવારના કુલ 16 સભ્યોમાંથી 8 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક મહિલા અને એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નવસારી ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
