News of Monday, 16th November 2026
યુવા પેઢીને અદ્રશ્ય નશાની ગર્તામાં ધકેલાતી રોકવા માટેનાં ૮ પીલર પ્લાન અદભુતઃએસપી નિતેશ પાંડેય
વિકસિત ભારત, વિકસિત ગુજરાતનાં કેન્દ્ર અને રાજ્ય સરકારના દ્રઢ નિર્ધાર નીચે NDPS ૧૬ કેસ, ૪૬ આરોપી પકડવા સાથે ભાવનગર પોલીસે કુલ ૪૫૮૮ બોટલો ઓપરેશન સંકલ્પ નીચે જપ્ત કરેલ છે

રાજકોટ, તા.,૧૬ : ભાવનગર પોલીસ દ્વારા ઇનવીઝીબલ એડીક્શનના દૂષણને ડામવા માટે ઓપરેશન સંકલ્પ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિકસિત ભારત ૨૦૪૭ઁ અભિયાનને સાકાર કરવા માટે ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન' લોન્ચ કરેલ છે. ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા ભારત દેશ અને ગુજરાત રાજ્યને ડ્રગ્સ ફ્રી બનાવવા સંયુક્ત રીતે ડ્રગ્સ ફ્રી ઇન્ડીયા, ડ્રગ્સ ફ્રી ગુજરાતની જાહેરાત કરવામાં આવેલ છે.આ બાબતને ભાવનગર પોલીસે ગંભીરતાથી લઈ ભાવનગર રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સીધી રહબરી નીચે ભાવનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા એક ખાસ પ્રકારના ઇનવીઝીબલ એડીક્શન (અદ્રશ્ય નશો) નું યુવાઓમાં ટ્રેન્ડ વધેલ છે તેને ડામવા માટે અભિયાન હાથ ધરવામાં આવેલ છે.ભાવનગર પોલીસ દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૬ થી ઇનવીઝીબલ એડીક્શન સામે ઝુંબેશ ચાલુ કરી સને ૨૦૨૬ માં એન.ડી.પી.એસ. એક્ટના કુલ ૧૬ કેસ કરી તેમાં ૪૬ આરોપી પકડી કુલ ૪૫૮૮ કોડેઈન બોટલો જપ્ત કરવામાં આવેલ છે અને આ ધંધામાં સંડોવાયેલ સીન્ડીકેટ સામે ટોપ ટુ બોટમ તપાસો કરી સંડોવાયેલ તમામને જેલના સળીયા પાછળ ધકેલી દીધેલ છે.આ ઇનવીઝીબલ એડીક્શન માંથી યુવાઓને બહાર કાઢવા ભાવનગર પોલીસ દ્વારા ‘ઓપરેશન સંકલ્પ' અભિયાન હાથ ધરી ૮ પીલર સ્ટ્રેટેજી બનાવી છે. આ ઓપરેશનનો ઉદ્દેશ માત્ર ગેરકાયદેસર વેપાર કરનારાઓ પર તરાપ મારવાનો કે માત્ર ડ્રગ્સ પકડવા પૂરતો નથી, નશાને રોકવો, સપ્લાય ચેઇન તોડવી, ગેરકાયદેસર નાણાંકીય પ્રવળત્તિઓ સામે કાર્યવાહી કરવી તેમજ મેડીકલ પોલીસીના ગ્રે એરીયાનો લાભ લઈ NRx ડ્રગ્સ/દવાઓ ને વેચાણ અને હેરફેર પોલીસીની છટક બારી શોધી અને ગેરકાયદેસર વેચાણ સામે સુધારા લાવવા પોલીસી રેગ્યુલેશન અને રીફોર્મ કરી આવી બદીને કંટ્રોલ કરવી તેમજ નશાની લત ધરાવતા લોકોને પરિવારનો એક ભાગ ગણી સંવેદનશીલ બની તેને નશાની લતથી બચાવી સમગ્ર સમાજને આ અદ્રશ્ય નશાના દૂષણથી બચાવવાનો છે.આ જ અભિયાનના ભાગરૂપે ભાવનગર પોલીસ દ્વારા સંકલ્પ નામની એપ્લીકેશન ડેવલોપ કરી તા. ૦૧/૧૦/૨૦૨૬ થી તેને અમલમાં લાવી અભિયાનને વધુ ગતિથી આગળ ધપાવેલ છે.૮ પીલરઃ૧. Awareness - શાળા/કોલેજોમાં જનજાગળતિ કાર્યક્રમો
૨. Intelligence - ટોલ ફ્રી નંબર ૧૦૩૩ અને લોકલ SOG નંબર ૬૩૫૭૫૩૫૪૧૦ જાહેર કરાયો
૩. Enforcement - ૧૬ કેસ, ૪૬ આરોપી ઝડપાયા
૪. Financial Action - ૩૭ ઇસમોનું લીસ્ટ તૈયાર, મિલકત જપ્તી/ફ્રીઝીંગ અને ડિમોલેશનની કાર્યવાહી
૫. Conviction - એક કેસમાં ૪ આરોપીઓને આજીવન કેદ, બીજા ૪ કેસો આખરી પરિણામ સુધી લાવવાના પ્રયત્નો
૬. Counselling - સંકલ્પ એપ દ્વારા પીડિતનું મોનીટરીંગ અને મેડીકલ સારવાર
૭. Destruction - ૧૮ કેસોનો મુદ્દામાલ નાશ - ગાંજો ૪૨.૯૯ કિ.ગ્રા., અફીણ ૧૦૮૭.૨૮ કિ.ગ્રા., ચરસ ૩.૪૫૯ કિ.ગ્રા., પોષડોડા ૨૦૬.૯ કિ.ગ્રા., મેફેડ્રોન ૧૩.૬૧૦ ગ્રામ તથા સીરપ બોટલ નંગ-૫૨૬, કુલ કિંમત રૂ. ૧૧,૦૭,૦૨,૫૮૮/
૮.Reform & Regulation મેડીકલ લાયસન્સ ભાડે આપવા, બનાવટી અનુભવ પ્રમાણપત્ર, ડમી લાયસન્સ સામે કાર્યવાહી, લાયસન્સ રદ કરવા રિપોર્ટઆમ ભાવનગર પોલીસ દ્વારા ૮ પીલર સ્ટ્રેટેજી બનાવી ઇનવીઝીબલ એડીક્શનની લત સમાજમાંથી જડમૂળમાંથી ખતમ કરવા કામગીરી હાથ ધરવામાં આવેલ છે, તેમ એસપી નિતેશ પાંડેય દ્વારા અકિલા સાથેની વાતચીત અંતે જણાવ્યું હતું
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
