તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
ગોધરામાં પંચમહાલ જિલ્લાકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું

પંચમહાલ જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગોધરા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં ગુજરાતના કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી તેમજ પોલીસ દળોની શાનદાર પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલી સુંદર દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત સૌ નાગરિકો અને મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
