તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 15th August 2026
સુપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની અનોખી અને ભક્તિમય માહોલમાં ઉજવણી
પાવાગઢ ડુંગર પર છવાયેલા ધુમ્મસભર્યા અને ખુશનુમા વાતાવરણમાં શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો

પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની અનોખી અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાવાગઢ ડુંગર પર છવાયેલા ધુમ્મસભર્યા અને ખુશનુમા વાતાવરણ વચ્ચે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
આ ગૌરવપૂર્ણ અવસરે વહેલી સવારથી દર્શનાર્થે ઉમટેલા હજારો માઈભક્તો, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ કર્મચારીઓએ એકત્ર થઈ રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને ગૌરવભેર સલામી આપી હતી. ધ્વજવંદન બાદ ગુંજી ઉઠેલા દેશભક્તિના ગીતોના તાલે માઈભક્તો ઝૂમી ઊઠતાં સમગ્ર ડુંગર પરિસર 'ભારત માતા કી જય' અને 'જય માતાજી'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
