હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદના CTM એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી આવતી ખાનગી બસમાંથી 25.30 લાખનું 843 ગ્રામ 610 મિલિગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
રામોલ પોલીસે ડ્રગ્સ સાથે રીઝવાન મન્સુરી નામના ઇન્દોરના શખ્સની ધરપકડ કરી:આરોપી ઇન્દોરમાં ગેરેજમાં નોકરી કરે છે: જંગી નામની એપ્લિકેશન થકી તે ઇન્દોરના સાનુખાનના સંપર્કમાં આવ્યો હતો

અમદાવાદના CTM એક્સપ્રેસ હાઈવે પર વડોદરા તરફથી આવતી ખાનગી બસમાંથી ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે, રામોલ પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ એક કિલો જેટલા ડ્રગ્સ સાથે અમદાવાદમાં આવી રહ્યો છે. જેથી ટોલટેક્સ પાસેથી ખાનગી બસમાં તપાસ કરી 25.30 લાખની કિંમતનું 843 ગ્રામ 610 મિલિગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું છે. રામોલ પોલીસે ડ્રગ્સ સાથે રીઝવાન મન્સુરી નામના ઇન્દોરના શખ્સની ધરપકડ કરી છે,
આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે ઇન્દોરમાં ગેરેજમાં નોકરી કરે છે, અને થોડા મહિનાઓ પહેલા જંગી નામની એપ્લિકેશન થકી તે ઇન્દોરના સાનુખાનના સંપર્કમાં આવ્યો હતો, અને તેના કહેવાથી ડ્રગ્સ પેડલર બનીને આ ડ્રગ્સ અમદાવાદમાં ડિલિવરી કરવા લાવ્યો હતો, અને અમદાવાદના રિયાઝ અલીને આ ડ્રગ્સ ડિલિવર કરવાનો હતો, વધુ તપાસમાં સામે આવ્યું કે આ આરોપીએ 3 મહિના પહેલા 900 ગ્રામથી એક કિલો જેટલું ડ્રગ્સ ડિલિવર કર્યું હતું, જે કામ માટે તેને 6 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા, જોકે આ કેસમાં સપ્લાયર અને રીસીવરને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
