<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 890 ગરબા આયોજકોએ પોલીસ સમક્ષ માંગી છે મંજૂરી

બોપલ અને સાણંદ ખાતે 17 જેટલા મોટા કોમર્શિયલ ગરબાની અરજી:ગ્રામ્ય પોલીસે ગરબામાં આયોજક માટે ચેકલિસ્ટ બનાવ્યું

અમદાવાદ : આગામી 11 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રીને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારી શરૂ કરી છે. જેમાં ગરબાની મંજૂરી માટે અમદાવાદ ગ્રામ્યમાં નાના મોટા થઈ ને 890 ગરબા આયોજક મજૂરી માગી છે. જ્યારે બોપલ અને સાણંદ ખાતે 17 જેટલા મોટા કોમર્શિયલ ગરબાની અરજી આવી છે. ગ્રામ્ય પોલીસે ગરબામાં આયોજક માટે ચેકલિસ્ટ બનાવ્યું જેના આધારે વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.

(9:35 PM IST)