<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ગરુડેશ્વરના ધોબીસલ ગામે જુગાર રમતા ૯ જુગારીઓને રૂ.26 હજારના મુદામાલ સાથે પોલીસે દબોચી લીધા

ભાથીજી દાદાના મંદિરની સામે સ્ટ્રીટ લાઈટ નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હતા

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધોબીસલ ગામમાં જુગાર રમતા શખ્શોને પોલીસે મુદામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.

    મળતી માહિતી અનુસાર (૧) વિનુભાઈ કાશીરામભાઈ ભીલ,(૨) ચતુરભાઈ નરસિંહભાઈ ભીલ (૩) રાકેશભાઈ જેન્તીભાઈ ભીલ (૪) મહેશભાઈ ચંપકભાઈ ભીલ(૫) રાકેશભાઈ હરીભાઈ ભીલ (૬) વસંતભાઈ સોમાભાઈ ભીલ(૭) પરેશભાઈ ધનજીભાઈ ભીલ (૮) શૈલેષભાઈ ઈશ્વરભાઈ ભીલ(૯) અક્ષયભાઈ રાયસીંગભાઈ ભીલ ( તમામ રહે.ધોબીસલ) નાઓએ પોતાના આર્થીક ફાયદા સારૂ ધોબીસલ ગામે ભાથીજી દાદાના મંદિરની સામે સ્ટ્રીટ લાઈટ નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી-રમાડી પકડાયેલ જુગારીઓ ની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૮૨૫૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૨૮૭૦/- તથા મોટર સાયકલ નંગ-૧ કિં.રૂ.૧૫,૦૦૦/ મળી કુલ કિં.રૂ.૨૬.૧૨૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરતા ગરૂડેશ્વર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:07 PM IST)