તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 18th May 2026
અમદાવાદ એરપોર્ટ પરથી 45થી 50 કરોડની કિંમતનું 9 કિલો હેરોઇન ઝડપાયું :એક વ્યક્તિની ધરપકડ
ઝડપાયેલ શખ્શ કેરળના વતની: ડ્રગ્સનો જથ્થો આરોપીને મલેશિયામાં એક મહિલાએ આપ્યો હતો

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 45થી 50 કરોડની કિંમતનું હેરોઇન મળી આવ્યું છે. આ હેરોઇન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેના બેંક એકાઉન્ટની વિગતો તપાસવામાં આવી રહી છે. તેને મહિલાએ મલેશિયામાં આ જથ્થો આપ્યો હતો અને તે કેરાલાનો વતની હોવાનું ખુલ્યું છે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ₹45થી ₹50 કરોડની અંદાજિત કિંમતનું હેરોઈન ઝડપાયું છે.
આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના જોડાણમાં કેરળના વતની એક શખ્સની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો આરોપીને મલેશિયામાં એક મહિલા દ્વારા આપવામાં આવ્યો હતો.
સુરક્ષા એજન્સીઓ હાલ આરોપીના બેંક એકાઉન્ટની વિગતો અને નાણાકીય લેવડ-દેવડની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય છે
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
