<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

૯૦ વર્ષના વૃધ્‍ધને સીબીઆઇ અધિકારી બની ડિજિટલ એરેસ્‍ટ દ્વારા ૧.૩૪ કરોડ પડાવનાર કર્ણાટકના સૂત્રધારને સુરત ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધો

નો વોન્‍ટેડ ઇન સુરત ક્રાઈમ એન્‍ડ અધર સિટી એન્‍ડ અધર સ્‍ટેટ એવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્‍ચ સફળતાના શિખરો સર કરી રહી છે : એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયા ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ. જાડેજા સ્‍ટાફે દેશભરમાં હાહાકાર મચાવનાર ગેંગના મુખ્‍ય સૂત્રધારને દબોચી લેતા કર્ણાટક પોલીસે નિરાંતનો શ્‍વાાસ લીધો...

રાજકોટ, તા.૨૯: નો વોન્‍ટેડ ઇન સુરત ક્રાઈમ એન્‍ડ અધર સિટી ઓર સ્‍ટેટ એવા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના અભિયાન અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્‍ચના એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળની આખી ટીમ અને સ્‍ટાફ સક્રિય બન્‍યો છે, તેમાં વધુ એક મોટી સફળતા મળી છે. કર્ણાટકના  ૯૦વર્ષના સુપર સિનિયર સિટીઝનને સીબીઆઇ અધિકારી બની આખો બનાવટો સેટઅપ ઉભો કરી ૧.૩૪ એક કરોડ ચોત્રીસ લાખનો સાયબર ફ્રોડ આચરનાર સુરતમાં છુપાયો હોવાની બાતમી મળેલ. આ સંદર્ભે સુરત ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા દ્વારા કર્ણાટક પોલસ પાસે ખરાઈ કરી, તુરંત આખું ઓપરેશન પાર પાડી દેશભરમાં હાહાકાર મચાવનારઆરોપી જિગ્નેશ જિગ્નનો મિર્ઝાને ઝડપી લેતા કર્ણાટક પોલીસે સંતોષનો શ્વાસ લીધો હતો.

ક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ. જાડેજા અને સ્‍ટાફે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી કર્ણાટક રાજ્‍યના કોલાર સાયબર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ગુનાનો વોન્‍ટેડ મુખ્‍ય આરોપી જીગ્નેશ ઉર્ફે જીગ્નો મીર્ઝા ધીરજલાલ વધાણીયા ઉ.વ. ૪૨, ધંધો- જમીન મકાન દલાલી, રહે- મકાન નં- ૭૪, ત્રીજા માળે, ક્રિષ્‍ના નગર સોસાયટી ન્‍યુ કોસાડ રોડ મનીષા ગરનાળા પાસે અમરોલી સુરતને સુરતમાંથી ઝડપી લીધો છે.

આરોપીએ કર્ણાટકના કોલાર વિસ્‍તારમાં રહેતા એક ૮૦ વર્ષના સિનિયર સિટીઝન સાથે સરકારી અધિકારીઓનો ડોળ રચીને રૂપિયા ૧,૩૪,૦૦,૦૦૦/- (૧.૩૪ કરોડ) ની માતબર રકમની સાયબર છેતરપિંડી કરી હતી. વળદ્ધને વ્‍હોટ્‍સએપ નંબર પરથી કોલ કરી પોતાની ઓળખ નવી દિલ્‍હી TRAI ના વરિષ્ઠ અધિકારી તરીકે આપી હતી અને ડિજિટલ એરેસ્‍ટની જાળમાં ફસાવીને આ ગુનો આચર્યો હતો.

આરોપી સુરત શહેરમાં રહે છે અને અન્‍ય રાજ્‍યોમાં નામ બદલીને નાસતો ફરતો હતો. હાલ સુરતમાં છુપાયો હોવાની બાતમી મળતા મોબાઈલ સર્વેલન્‍સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે સુરત ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી ન્‍યુ કોસાડ રોડ અમરોલી ખાતેથી દબોચી લીધો હતો

 

(5:39 PM IST)