<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસેલા વરસાદને પગલે 98 રસ્તાઓ બંધ

ચીખલી તાલુકામાં સૌથી વધુ 22 રસ્તાઓ બંધ ,ગણદેવી તાલુકામાં 21 રસ્તાઓ બંધ અને નવસારી તાલુકામાં 20 રસ્તાઓ બંધ કરાયા

નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસેલા વરસાદને પગલે 98 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકના 98 રસ્તાઓ થયા બંધ. ચીખલી તાલુકામાં સૌથી વધુ 22 રસ્તાઓ બંધ છે. જ્યારે ગણદેવી તાલુકામાં 21 રસ્તાઓ બંધ છે. તો નવસારી તાલુકામાં 20 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બંધ થતાં ધંધા રોજગારી ગયેલા લોકો પરત ફરતી વખતે ચકરાવો ખાવા મજબૂર બન્યા છે 

(7:01 PM IST)