<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

સુરત જિલ્લાના કામરેજમાં 21 વર્ષીય પરપ્રાંતિય યુવકે પ્રમુખ ઢોસા હોટલ પાસે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ખુલ્લી જગ્યામાં ઇલાયચી આમલીના ઝાડની ડાળી સાથે કેસરી રંગનો ગમછો બાંધી ગળે ફાંસો ખાધો

સુરત જિલ્લાના કામરેજના વાવ ગામે એક ૨૧ વર્ષીય પરપ્રાંતિય યુવકે પ્રમુખ ઢોસા હોટલની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકે પ્રમુખ ઢોસા હોટલની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ઇલાયચી આમલીના ઝાડની ડાળી સાથે કેસરી રંગનો ગમછો બાંધી ગળે ફાંસો ખાધો હતો. આત્મહત્યાનું કારણ અગમ્ય છે.
મૃતક યુવકની ઓળખ સંદીપ કૃષ્ણકુમાર સિંગ (ઉં.વ. ૨૧) તરીકે થઈ છે. તે મૂળ મધ્યપ્રદેશના સતના જિલ્લાના ઇટમા ખાસનો વતની હતો અને હાલ કામરેજના વાવ ગામે મિશન રોડ પાસે પ્રમુખ ઢોસા હોટલની રૂમમાં રહેતો હતો.
ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને યુવકે કયા સંજોગોમાં આત્મહત્યા કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 AM IST)