<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

સાગબારાના પાંચપીપરી ગામની સીમમા 3 વર્ષની ગાય પર દીપડાએ હુમલો કરી મોત નિપજાવ્યું

ગાયને જમણી બાજુ ગળાના ભાગે તથા પેટના ભાગે તથા પાછળના ભાગે ઇજા પહોચાડી મોત નિપજાવ્યું

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની સીમમાં દીપડાએ ગાય ઉપર હુમલો કરતા ગાયનું મોત નીપજ્યું હતું.

    મળતી માહિતી અનુસાર જાહેરાત આપનાર જેવાભાઇ મોયલાભાઇ વસાવા (ઉ.વ.-૬૦ )ધંધો ખેતી તથા પશુપાલન( રહે. પાંચપીપરી,તા.સાગબારા )નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમની લાલ કલરની ગાય આશરે ૩ વર્ષની પાંચપીપરી ગામની સીમમા ખેતરે બનાવેલ કાચી ઝુપડીમાં બાંધેલ હતી તે ઝુડપીની કાચી દિવાલમા જંગલી પ્રાણી દિપડાએ બાકોરુ પાડી ઝુપડીમા પ્રવેશ કરી ગાય ઉપર હુમલો કરી ગાયને જમણી બાજુ ગળાના ભાગે તથા પેટના ભાગે તથા પાછળના ભાગે ઇજા પહોચાડી મોત નિપજાવ્યું હતું. સાગબારા પોલીસે આ બાબતની નોંધ લીધી છે.

(10:34 PM IST)