તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
તિલકવાડા તાલુકાના અગર ગામે અશ્વિન નદીમાં ૬૦ વર્ષીય વૃદ્ધને મગર પાણીમા ખેંચી જતા મોત
બકરાને મગરના મોં માંથી છોડાવવા મથામણ કરતા મગરે બકરાને છોડી વૃદ્ધને પકડી મોતને ઘાટ ઉતાર્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામે અશ્વિન નદીમાં ૬૦ વર્ષીય વૃદ્ધને મગર પાણીમાં ખેંચી જતા કમકમાટી ભર્યું મોત થઈ જવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ તિલકવાડા તાલુકાના અગર ગામના મયૂદીન અમરભાઈ રાઠોડ (ઉ.વ.63 )બકરા પાલન કરે છે.મયુદ્દીન એની પત્ની સાથે બપોરના સમયે અશ્વિન નદીના કિનારે બકરા ચરાવી રહ્યો હતો.દરમિયાન નદીમાં પાણી પી રહેલા તેમના બકરાને મગરે પકડી લેતા મયુદીન બકરાંને મગરના મોઢા માંથી છોડાવવાના પ્રયતો કરતા મગરે બકરાને છોડી મયૂદિન રાઠોડને પકડી પાણીમાં ખેંચી ગયો હતો.
આ ઘટના વખતે સ્થળ પર હાજર રહેલા તેમના પત્ની દ્વારા બુમાબુમ કરી આસપાસના લોકોને બોલાવ્યા હતા, પણ મગર મયુદ્દીનને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. આશરે ૨ કલાક સુધી મગર મયુદ્દીનને નદીમા લઇને આમતેમ ફરતો રહ્યો હતો.ત્યારે ઘટનાને પગલે દોડી આવેલા ગામના કેટલાક જાબાજ તરવૈયાઓએ નદીમાં મગર હોવા છતાં પાણીમાં ઉતરીને લાશને મગરના મુખ માંથી છોડાવી લાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન કોઈ પણ જાતના સલામતીના સાધનો વગર પાર પાડયું હતું.અને બે કલાક બાદ મગરના હુમલાનું ભોગ બનનાર મયુદ્દીનના મૃતદેહને નદી કિનારે લઈ આવતા પરિવારજનોમાં માતમ છવાયું હતું.
આ ઘટનાની જાણ કરતા તિલકવાડા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કેટલાક કર્મચારીઓ ત્યાં આવ્યા હતા.પરંતુ તેમની પાસે મગરને ભગાડવા કે મયુદ્દીનને કિનારે લઈ આવવા માટેના કોઈ પણ સાધનો ઉપલબ્ધ ન્હોતા.ગામના યુવાનો દ્વારા રેસ્ક્યુ કરી મયૂદિન રાઠોડના મૃતદેહને તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
