<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

અમદાવાદના સરસપુર સ્થિત મહાકાળી મંદિર નજીક માતાથી વિખૂટું પડેલું બાળ વાનરને મળ્યું નવજીવન

એનિમલ લાઈફ કેરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ખૂબ જ સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું

અમદાવાદ :સરસપુર સ્થિત મહાકાળી મંદિર નજીક માતાથી વિખૂટું પડેલું બાળ વાનર લાંબા સમયથી વ્યાકુળ હાલતમાં  ગરમી મા સતત ચીચીયારીઓ પાડી રહ્યું હતું. આસપાસના લોકો તેની હાલત જોઈ ચિંતિત બન્યા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકો અને મંદિરના પૂજારીએ એનિમલ લાઈફ કેરના  વિજય ડાભીને કરી હતી.

માહિતી મળતા જ એનિમલ લાઈફ કેરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ખૂબ જ સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. માતાથી અલગ પડી જવાથી બાળ વાનર અત્યંત ભયભીત થઈ ગયું હતું. ટીમ દ્વારા તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી થયેલ ડી હાઇડ્રેશન થયેલા બાળ વાનર ના બચ્ચાને પ્રાથમિક સારવાર આપી ફીડિંગ કરાવ્યું

વિજય ડાભીએ જણાવ્યું હતું કે, “અબોલ જીવ પણ લાગણી અને મમતા સમજે છે. માતાથી વિખૂટા પડેલા આ બાળ વાનરને સમયસર મદદ મળતા તેનું જીવન બચાવી શકાયું.” રેસ્ક્યુ બાદ બાળ વાનરને વધુ સારવાર અને યોગ્ય દેખરેખ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યું હતું. એનિમલ લાઈફ કેર દ્વારા ફરી એકવાર અબોલ જીવ પ્રત્યેની સંવેદના અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

(6:55 PM IST)