News of Sunday, 12th July 2026
નંદુરબાર બસ ડેપોથી દેવમોગરા જતી એસટી બસ દ્વારા બાઇકને મામુલી ટક્કર વાગતા બસ ચાલકની ધોલાઈ
દવાખાનાનું ખર્ચો આપવા માટે તૈયાર છુ તેવુ કહેતા બંને એકદમ ઉશ્કેરાઈ બસના પાછળના ભાગે લઈ જઈ ઢીકાપાટુનો માર મારી ગાલના ભાગે બે-ત્રણ થપ્પડ મારી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં દેવમોગરા આશ્રમ શાળા નજીક એસટી બસ દ્વારા સામેથી આવતી બાઇકને મામુલી ટક્કર વાગતા બાઇક ચાલક અને અન્યોએ બસ ચાલકને માર મારતાં ફરિયાદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસટી બસ ના ચાલક અનિલ ચીંદુ પાટીલ (રહે.લોહગઢ પોસ્ટ.લોનખેડી,તા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર) તથા સંજય સુકલાલ પાટીલનાઓ નંદુરબાર બસ ડેપોની બસ નંબર-MH-40-N-9619 ની લઈને દેવમોગરા ખાતે જતા હતા તે વખતે દેવ દરવાણીયા આગળ આવેલ ચઢતી પાસે ડ્રાઈવરે પોતાના કબ્જામાંની સરકારી બસ નંબર-MH-40-N-9619 ની ઓવરટેક કરવા જતા સામેથી આવતી હોન્ડા કંપનીની સાઇન મો.સા રજી.નં-GJ-22-L-8223 ને સામાન્ય ટક્કર વાગી જતા બસ ડ્રાઈવરને લાગ્યું કે મો.સા. ચાલક ઝગડો કરી માર મારશે તેવી બીક લાગતા દેવમોગરા ગામ તરફ પોતાની બસ હંકારી મુકેલ ત્યારબાદ આગળ જતા બસને પાર્ક કરી બસની નજીક ચા-પાણી કરતા હતા તે વખતે (૧)મો.સા.નં.GJ-22-L-8223 નો ચાલક તથા (૨)મો.સા.નં.GJ-22-L-8223 ની પાછળ બેસેલ ઇસમ એ બસ ચાલક ને કહેવા લાગેલ કે તમે લોકો અમારી મો.સા. ને એક્સીડેન્ટ કરી કેમ ભાગી ગયેલ છો, તેમ કહી શર્ટના કોલરના ભાગે પકડી ઝપાઝપી કરી ગાળાગાળી કરતા હોય જેથી બસ ચાલકે આ લોકો ને જણાવેલ કે,તમારી મો.સા.નુ નુકશાન તેમજ દવાખાનાનું ખર્ચો આપવા માટે તૈયાર છુ તેવુ કહેતા બંને એકદમ ઉશ્કેરાય ગયેલ અને ફરીયાદીને બસના પાછળના ભાગે લઈ જઈ ઢીકાપાટુનો માર મારી ગાલના ભાગે બે-ત્રણ થપ્પડ મારી દેતા ફરીયાદી ભાગવા જતા નીચે રોડ પર પડી જતા તે વખતે ફરીયાદીને માંથાના ભાગે ચામડી ફાટી લોહી નિકળી ઇજા કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરતા સાગબારા પોલીસે બે બાઇક લઈને આવેલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
