તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
શિક્ષણના વ્યાપારીકરણ વચ્ચે વાલીઓ માટે આશીર્વાદરૂપઃ ૩૦૦થી વધુ કોર્ષની માહિતી સાથેનું પુસ્તક નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાશે
ધોરણ ૧૦-૧૨ પછી શું? વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસ દ્વારા ‘કારકિર્દીનાં ઉંબરે' પુસ્તકની ૨૧મી આવૃત્તિનું શાનદાર વિમોચન : ડો. મનીષ દોશી અને તેમની ટીમ દ્વારા સળંગ ૨૧મા વર્ષે સેવાયજ્ઞઃ એજ્યુકેશન લોન, શિષ્યવૃત્તિ અને પ્રવેશ પરીક્ષાઓનું સચોટ માર્ગદર્શન

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન આપતા પુસ્તક કારકિર્દીનાં ઉંબરેનું દિગ્ગજ નેતાઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે. ડો. મનીષ દોશી દ્વારા સંપાદિત આ પુસ્તકમાં કોલેજ, કોર્ષ, લોન અને શિષ્યવૃત્તિની તમામ માહિતી આવરી લેવાઈ છે, જે ઓનલાઈન નિઃશુલ્ક પ્રાપ્ત કરી શકાશે.
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીની સાચી દિશા બતાવતા પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે' ની ૨૧મી આવૃત્તિનું શાનદાર વિમોચન કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો મુકુલ વાસનીક, અમિત ચાવડા, ડો. તુષાર ચૌધરી અને શક્તિસિહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડો. મનીષ દોશી અને તેમના સહયોગીઓ દ્વારા સતત ૨૧મા વર્ષે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.
શિક્ષણ એ સશક્તિકરણનું માધ્યમઃ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકુલ વાસનીકે જણાવ્યું કે શિક્ષણ એ સમાજને સશક્ત કરવાનું મોટું માધ્યમ છે. ડો. મનીષ દોશીનો આ પ્રયાસ માત્ર પુસ્તક નથી, પરંતુ લાખો યુવાનોના ભવિષ્યને દિશા આપતો સેવાયજ્ઞ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે સરહદી અને ગ્રામીણ વિસ્તારના ગરીબ-મધ્યમ વર્ગ માટે આ પુસ્તક આશીર્વાદરૂપ છે, ખાસ કરીને ત્યારે જ્યારે મોંઘી કેરિયર કાઉન્સિલિગ ફી ભરવી સામાન્ય પરિવારો માટે અશક્ય છે.
ખાનગીકરણ સામે સચોટ માર્ગદર્શકઃ સાંસદ શક્તિસિહ ગોહિલે જણાવ્યું કે સરકારી સંસ્થાઓનું માળખું તૂટી રહ્યું છે અને શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે, ત્યારે આ પુસ્તક વિદ્યાર્થીઓને મૂંઝવણમાંથી બહાર કાઢશે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ કોંગ્રેસ શાસનમાં સ્થપાયેલી આઈ.આઈ.ટી. અને એન.આઈ.ડી. જેવી રાષ્ટ્રીય સંસ્થાઓને યાદ કરી જણાવ્યું કે આ પુસ્તક મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને યોગ્ય કારકિર્દી પસંદગી માટે ઉત્તમ ભાથું છે.
પુસ્તકની વિશેષતાઓઃ ડો. મનીષ દોશીએ વિગતો આપતા કહ્યું કે, આર્ટસ, કોમર્સ અને સાયન્સના ૩૦૦થી વધુ અભ્યાસક્રમોની માહિતી આ પુસ્તકમાં છે. ૪૦થી વધુ પ્રવેશ પરીક્ષાઓ, શિષ્યવૃત્તિ, બેઠકોની સંખ્યા અને ભવિષ્યની નોકરીની તકો વિશે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં માર્ગદર્શન અપાયું છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોઃ આ વિમોચન પ્રસંગે અમદાવાદના પૂર્વ મેયર હિમતસિહ પટેલ, એ.આઈ.સી.સી. મંત્રી રામકિશન ઓઝા, ઉપપ્રમુખ નીશીત વ્યાસ, બિમલ શાહ, મીડિયા કો-કન્વીનર હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા ડો. હિરેન બેન્કર, ડો. પાર્થિવરાજાસિહ કઠવાડિયા, રત્નાબેન વોરા અને એસ.એ.કાદરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિઃશુલ્ક ડાઉનલોડ માટેની લિકઃ આ પુસ્તકની પીડીએફ નીચેની વેબસાઈટ પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશેઃ
ડબલ્યુ ડબલ્ય ુડબલ્યુ. આઈએનસી ગુજરાત.કોમ (www. incgujarat. com) ડબલ્યુડબલ્યુડબલ્યુ.કરીયરપાથ.ઈન્ફો (www.careerpath.info) વધુ માહિતી માટે સંપર્કઃ ડો. હિરેન બેન્કર (પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) મોબાઈલઃ ૯૭૨૩૫૫૦૩૫૫.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
