તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
૩૧મીએ આકાશમાં બ્લૂ મૂન દેખાશે, અદ્ભૂત ખગોળીય નઝારો
અઢી વર્ષ જેટલા સમય બાદ

વડોદરા,તા.૨૯: અંગ્રેજીમાં રૂઢિપ્રયોગ છે કે ‘‘વન્સ ઈન એ બ્લૂ મૂન' આ રૂઢિપ્રયોગ અવકાશી ખગોળીય ઘટના પરથી શરૂ થયો છે ત્યારે ફરી એકવાર અવકાશમાં મે મહિનાની ૩૧ તારીખે અધિક મહિનાની પૂનમના દિવસે બ્લૂ મૂન દેખાશે. આ અંગે ગુરૂદેવ ઓબ્ઝર્વેટરીના સંચાલક દિવ્ય દર્શન પુરોહિતે જણાવ્યું છે કે, તા. ૩૧મીની રાત્રે, આ અધિક જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાએ, બ્લૂ મૂન દેખાશે. હકીકતમાં, જ્યારે એક જ અંગ્રેજી મહિનામાં બે પૂર્ણિમા હોય છે, જે મ કે આ વખતે ૧/૫/૨૬ ના રોજ પૂર્ણિમા હતી અને હવે બીજી પૂર્ણિમાં ૩૧/૫/૨૬ ના રોજ આવી રહી છે, ત્યારે બીજી પૂર્ણિમાંના ચંદ્રને બ્લૂ મૂન કહેવામાં આવે છે. આ ઘટના અઢી વર્ષ પહેલા તા. ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ થઈ હતી અને હવે તે અઢી વર્ષ પછી ૨૦૨૮ ડિસેમ્બરમાં થશે.
આગામી તા. ૩૧મીની રાત્રે આકાશમાં અનોખી ખગોળીય ઘટના જોવા મળશે, જે ખગોળશાસ્ત્રીઓ માટે અનોખી ઘટના બની રહેશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
