<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ધાનેરાના ચારડા ગામે એક જ પરિવારના બે કુટુંબ વચ્ચેના ઝઘડામાં બસ સળગાવાઈ: કારમાં તોડફોડ

અરજીના મનદુઃખમાં બસ સળગાવાઈ : કારને નુકસાન કર્યા બાદ અરજી કરનારની બસને આગ લગાવાઈ હોવાનો આક્ષેપ

બનાસકાંઠાના ધાનેરાના ચારડા ગામે ખાનગી બસ સળગાવવાની ઘટના બની છે. એક જ પરિવારના બે કુટુંબ વચ્ચેના ઝઘડામાં રાત્રે બસ સળગાવાઈ હતી.કૌટુંબિક મુદ્દે એક પરિવારે પોલીસમાં અરજી કરી હતી. અરજીના મનદુઃખમાં અરજી કરનારની બસને આગ લગાવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે, અરજી કરનારની કારમાં પણ નુકસાન કરાયું હતું કારને નુકસાન કર્યા બાદ ખાનગી બસ સળગાવાઈ હતી  બે પરિવારના ઝઘડાથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  એક જ સમાજના બે પરિવારો વચ્ચેનો વિવાદ વકર્યો છે 

(11:59 AM IST)