<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અમદાવાદના ઓઢવમાં ફિલ્મી ઢબે વેપારીનું અપહરણ કરી ₹34 લાખની લૂંટ: કારમાં બેસાડી રોકડ ભરેલી બેગ ઝૂંટવી ફરાર

બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને બહાર નીકળી રહેલા એક વેપારીને કારમાં આવેલા લૂંટારુઓએ જબરદસ્તી ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કર્યું

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા રામ રાજ્ય નગર પાસે ધોળે દિવસે ફિલ્મી ઢબે લૂંટનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે, જેમાં બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને બહાર નીકળી રહેલા એક વેપારીને કારમાં આવેલા લૂંટારુઓએ જબરદસ્તી ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી ₹34 લાખ ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી;

લૂંટારુઓ વેપારી પાસેથી રોકડ ભરેલી બેગ પડાવી તેમને અન્ય સ્થળે રસ્તા પર ઉતારીને રફુચક્કર થઈ ગયા હતા, જે બાદ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી લૂંટારુઓનું પગેરું મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

(11:16 PM IST)