તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 3rd August 2026
બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી અમીરગઢના બાળકનું મોત થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 3 થયો
આરોગ્યની 47 ટીમો સર્વેમાં લાગી:પાટણના સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ધારપુર સિવિલના ICUમાં દાખલ કરાઈ:આરોગ્ય વિભાગે ગામમાં ડસ્ટિંગ અને સર્વેની કામગીરી શરૂ કરી

ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ એક બાળકનું મોત નીપજતાં ફાળચોડ મચી ગઈ છે. બીજી તરફ, પાટણ જિલ્લામાં પણ વધુ એક 7 વર્ષની બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાનપુરા ગામના એક બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. આ પહેલા પાલનપુર અને કાંકરેજમાં પણ એક-એક બાળકનું મોત નીપજ્યું હતું. આમ, બનાસકાંઠા જિલ્લામાં કુલ 3 બાળકોના મોત નોંધાતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આરોગ્ય વિભાગની 47 ટીમો અમીરગઢ અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્વેની કામગીરીમાં લાગી ગઈ છે.
બીજી તરફ પાટણ જિલ્લાના સંખારી ગામની 7 વર્ષીય બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતાં તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ) આવ્યો છે. બાળકીની તબિયત નાજુક હોવાથી તેને ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
પાટણમાં નવો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા સંખારી ગામમાં દવાનો છંટકાવ અને હાઉસ-ટુ-હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું મોત થઈ ચૂક્યું છે. વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
