તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
૧૪ કરોડ ૧૬ લાખ ૮૦ હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી

અમદાવાદ તા.૨: નરોડા વિસ્તારમાં પોલીસે નશાબંધી અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મેળવતી છે. પોલીસે ૧૪ કરોડ ૧૬ લાખ ૮૦ હજાર રૂપિયાની કિમતનું ૭ કિલો ૮૪ ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે નાના ચીલોડા સર્કલ પાસેથી ગેટકો પાવર સ્ટેશન સામે મુંબઈના અંધેરી વેસ્ટના રહેવાસી મોહમ્મદ સાજીદ મોહમ્મદ ઉસ્માન શેખને પોલીસે અટકાવ્યો હતો. આરોપીની ટ્રાવેલ બેગની તપાસ કરતા તેમાંથી બિસ્કિટના બોક્સ મળી આવ્યા હતા, જેની અંદર અત્યંત કુશળતાપૂર્વક છુપાવેલો સફેદ ચળકાટવાળો પાવડર મળી આવતા પોલીસે જ્લ્ન્ની મદદ લીધી હતી, જેમાં તે હાઈ-ક્વોલિટીનું નશીલું ડ્રગ્સ હોવાની પુષ્ટિ થઈ હતી.
આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની આ કડીમાં સામે આવ્યું છે કે, આરોપી આ ડ્રગ્સ જયપુરના સિધી કેમ્પ બસ સ્ટેશન પાસેથી એક અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવીને મુંબઈ લઈ જવાનો હતો. જોકે, બસ ન મળવાને કારણે તે અમદાવાદ થઈને મુંબઈ જવા નીકળ્યો હતો ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે અગાઉ પણ અમૃતસરથી મુંબઈ આ રીતે પાર્સલ પહોંચાડી ચૂક્યો છે અને આ કામના બદલામાં તેને દરેક ટ્રીપ દીઠ ૧૦ ,૦૦૦ રૂપિયાનું મહેનતાણું મળતું હતું. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત ૯ હજારથી વધુ રોકડ રકમ પણ જપ્ત કરી છે.
પોલીસની તપાસમાં આ પ્રકરણ સાથે મહારાષ્ટ્રમાં સક્રિય એક નાઈજાિરિયન નાગરિક અને જયપુરમાં મદદ કરનાર વ્યક્તિના નામ પણ સામે આવ્યા છે, જેઓને પોલીસે પકડી પાડ્યા છે. આ પ્રકારનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ અત્યંત જોખમી અને શરીર પર ગંભીર અસરો કરનારું હોય છે, જેથી પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામ કરી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
