News of Wednesday, 10th June 2026
ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના ખાતુ ફીઝ કરવું એ બંધારણીય અધિકારનો ભંગ
તપાસના નામે નાગરિકોને થતી હેરાનગતિ મુદ્દે હાઇકોર્ટનો ચુકાદો : તપાસ એજન્સીની સત્તા પર વિવાદ ના હોઇ શકે પરંતુ તેનો વાજબી, કાયદેસર અને વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો ખૂબ જરૂરી

અમદાવાદ,તા.૧૦: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, ફોજદારી કેસમાં(ગુનામાં) ખાતાધારકની સંડોવણી પુરવાર કર્યા વિના તેનું ખાતુ ફ્રીઝ કરી દેવું એક બંધારણીય ટ્ટ અધિકારના ઉલ્લંઘન(ભંગ)ં સમાન છે. જાસ્ટિસ નિરલ આર.મહેતાએ સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે, તપાસ દરમ્યાન બેંક ખાતાઓ ફ્રીઝ કરવા માટે તપાસી એજન્સીની સત્તા પર વિવાદ હોઇ શકે નહી પરંતુ આવી સત્તાનો ઉપયોગ વાજબી, કાયદેસર અને વિવેકબુધ્ધિની રીતે કરવો ખૂબ જરૂરી છે.
શંકાસ્પદ રકમની માત્રા સ્પષ્ટ કર્યા વિના અથવા તો કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં ખાતાધારકની સંડોવણી સ્થાપિત કર્યા વિના સમગ્ર બેંક ખાતું ફ્રીઝ કરવાની બિનજરૂરી મુશ્કેલી ઉભી થાય છે અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થાય છે. સાયબર ક્રાઈમના ગુનાઓમાં તપાસના નામે નિર્દોષ નાગરિકોને થતી હેરાનગતિમાં ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો મોટી રાહત આપતો સાબિત થશે.
ગુજરાત હાઇકોર્ટે અરજદાર ખાતાધારકના ખાતાને ડી-ફ્રિઝ કરવાનો હુકમ કર્યો હતો. હાઈકોર્ટે અરજાદરના ખાતામાં ૧૧૦૦ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારની રકમને હોલ્ડ પર રાખીને ખાતુ ઓપરેટ કરવાની મંજરી આપી હતી. બેંકે રૂ.૧૧૦૦ની આ રકમ પૂરતી લીયનમાં રાખવાની રહેશે અને આખરી નિર્ણય તપાસના પરિણામને આધીન રહેશે.
અરજદાર ખાતીધારક તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારનું ગાંધીનગરની ઈન્ફોસીટી બ્રાંચની એચડીએક્સી બેંકમાં બચત ખાતું આવેલું છે, જેનો ઉપયોગ તેઓ પગાર, ઘરખર્ચ, ભાડું અને ઈએમઆઈ જેવી રોજીંદી જરૂરિયાતો માટે મુખ્ય ખાતા તરીકે કરે છે. સાયબર ક્રાઈમ સત્તાવાળાઓ તરફથી મળેલી બે ફરિયાદોના સંદર્ભમાં બેંકે આ સમગ્ર ખાતામાંથી નાણાકીય વ્યવહારો કરવા પર રોક લગાવી દીધી હતી. અરજદારનો કોઈ સાયબર ગુનામાં હાથ નથી અને તેઓ આ કેસમાં આરોપી કે શંકાસ્પદ પણ નથી. પરંતુ સાયબર ક્રાઈમની તપાસમાં જે ખાતાઓના ટ્રાન્ઝેકશનનો ખુલાસો થયો છે, તેમાં અરજદારના ખાતાના રૂ. ૧૧૦૦ના બે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેકશનના કારણે આખું ખાતું ફ્રીઝ કરી દેવાયું હતું, જેના લીધે તેઓ પોતાની કાયદેસરની કમાણી વોપેરી શકતા નથી કે ઉપયોગ કરી શકતા નથી.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
