<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

નેપાળમાં ભયાનક આકસ્મિક પૂરથી સર્જાયેલી હોનારત અંગે કંટ્રોલ રૂમ કાર્યરત : ગુજરાત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર

અસરગ્રસ્ત નાગરિકો અને તેમના પરિવારજનોની સહાય માટે રાજ્ય કંટ્રોલ રૂમ તથા નેપાળ સ્થિત ભારતીય ઇમરજન્સી નંબર જાહેર કરાયા : ૧૦૭૦ અને ૧૦૭૭ સહિતના નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:
નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના અસરગ્રસ્ત નાગરિકો અને તેમના પરિવારજનોની મદદ માટે તાત્કાલિક ધોરણે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે.

ગુજરાત રાજ્યના નાગરિકો તથા તેમના પરિવારજનો સહાય અને માહિતી મેળવવા માટે રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમના ફોન નંબર ૦૭૯-૨૩૨-૫૧૯૦૦, મોબાઈલ નંબર ૯૯૭૮૪૦૫૩૦૪ તેમજ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૦ પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે માહિતી આપવા કે મેળવવા માટે જે તે જિલ્લાના 'ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર' (DEOC) ના હેલ્પલાઇન નંબર ૧૦૭૭ પર પણ સંપર્ક સાધી શકાશે.

બીજી તરફ, નેપાળમાં ફસાયેલા કે અસરગ્રસ્ત થયેલા ભારતીય નાગરિકો માટે વિશેષ ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ અને +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી જરૂરી મદદ મેળવી શકે છે.

(9:35 AM IST)