તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
૩૦ વર્ષથી વોન્ટેડ અપરાધીને સુરત ક્રાઇમ બ્રાન્ચે, ૧૬૦૦ કી. મી. દૂર ઓરિસ્સાથી વિશેષ ઓપરેશનમાં દબોચી લીધો...
સુરત ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાતમાં નવા રેકોર્ડ સ્થાપવા તરફ સીપી વાંબાગ જમીર, એડી સીપી કરણ રાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્વમાં અને એસીપી કિરણ મોદીના સંકલનમા મુકેલ દોટની નોંધ નાયબ મુખ્ય મંત્રી સુધી લેવાઇ... : ગુજરાતભરમાં ખૂબ ચકચારી બનેલ, સુરતના બ્લેક બેલ્ટ ચેમ્પિયનં ડીન્કી ભૂજવાલા હત્યાકાંડમાં આરોપીને જન્મટીપની સજા થયેલ...

રાજકોટ, તા.૧૧: નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અને નો વોન્ટેડ ઈન સુરત ક્રાઇમ અભિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે માત્ર આકર્ષક સૂત્રની જેમ રાખવાને બદલે ખરા અર્થમાં પોલીસ કમિશનર વાંબાગ જમીર અને ક્રાઇમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ઇન્ટરનેશનલ બાતમીદાર વર્તુળ ધરાવતા ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્વમાં તથા તેમની ટીમના તમામ પીઆઇ તથા સ્ટાફ સાથે એસીપી કિરણ મોદીના સંકલનમાં ગુજરાતમાં અનોખા વિક્રમ સ્થાપવા તરફ દોડ મૂકી છે, ત્યારે એક વિશેષ ઓપરેશનમાં ૩૦ વર્ષથી વધુ સમયથી વોન્ટેડ ગુજરાતભરમાં ચકચારી મામલાના આરોપીને ૧૬૦૦ કી.મી. દૂર પહોંચી ઓરિસ્સાથી PI એસ.એન. પરમારની ટીમે ઝડપી લેતા નાયબ મુખ્ય મંત્રી સુધી નોંધ લેવામાં આવી છે.
સ્ટેશનમાં પ્રિઝન એક્ટ હેઠળ સને ૨૦૦૩ માં અલગથી ગુનો દાખલ થયેલ. મજકૂર કેદી શરૂઆતમાં અલગ અલગ જગ્યાએ ચોરી છુપીથી રહેતો આવેલ બાદ પોતાનું મૂળ વતનગામ છોડી રાઉરકેલા જિલ્લો-સુંદરગઢ રાજ્ય-ઓડિશા ખાતે છુપાઈને રહેલ અને ભંગારનો વેપાર ચાલુ કરેલ હતો.
આમ,સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વર્ષ ૧૯૯૪ના ચકચારી કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન- ડિંકી ભુજવાલા હત્યાકાંડ માં આજીવન કેદની સજા પામેલ અને છેલ્લા ૩૦ વર્ષથી ફરાર પાસા કામના કેદી પ્રમોદ ખદાલ સ્વાઈને ૧૬૦૦ કિ.મી. દૂર ઓડિશાના રાઉરકેલાથી ઝડપી પાડી ઐતિહાસિક સફળતા મેળવેલ છે.
- પકડાયેલ પાસા કામનો કેદી/આરોપીઃ પ્રમોદ ખદાલ સ્વાઈ ઉ.વ.૫૯ ધંધો-ભંગારનુ લે-વેચ રહેવાસી-DE/૬૯ બાસંતી કોલોની, રાઉરકેલા જિલ્લો-સુંદરગઢ રાજ્ય-ઓડિશા તથા મૂળ/જન્મસ્થળ- ગામ-ગીરસલા થાના-બેલાગુઠા જિલ્લો-ગંજમ ઓડિશા
- દાખલ FIR નંબરઃ(૧) ચોકબજાર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૨/૧૯૯૪ ઈ.પી.કો. કલમ-૩૦૨, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩ મુજબ. (ડિંકી ભુજવાલા મર્ડરમાં આજીવન કેદની સજા) (૨) ચોકબજાર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં. ૪૩/૨૦૦૩ પ્રિઝન્સ એક્ટની કલમ- ૫૧(a), ૫૧(b) મુજબ (આરોપીની ધરપકડ બાકી છે)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
