<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

અંબાજી પરિસરમાં એક શ્રદ્ધાળુને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો: મહામેળામાં ઉમટતી ભીડને લઈ આરોગ્ય વિભાગે મોકડ્રીલ યોજી

કોઈ પણ સ્ટાફને જાણ કર્યા વગર અચાનક મોકડ્રિલ કરાતા મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પણ દોડધામ :ઘાયલ થયેલ વ્યક્તિ હતો તે આરોગ્ય વિભાગનો કર્મચારી હતો

અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પુનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને આજે બપોરના સુમારે અંબાજી પરિસરમાં એક શ્રદ્ધાળુને અચાનક ચક્કર આવતા ઢળી પડેલ ત્યારે તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરતા મંદિર પરિસરના આરોગ્ય વિભાગ માંથી પેરામેડિકલ સ્ટાફ દર્દી પાસે દોડી સ્ટ્રેચરમાં લઈ સારવાર અર્થે ખસેડાયા હતા જોકે તમામ ડોક્ટર સ્થળ ઉપર ઉપસ્થિત હોવાથી તે દર્દી ને બેઝિક ટ્રીટમેન્ટ આપી તે દર્દી ને 108 એમ્બ્યુલન્સ મારફતે દર્દીને અંબાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

  જોકે આ બાબતે ઉપસ્થિત જિલ્લાના આરોગ્ય અધિકારીને સદર બાબતે પુછતા બનાસકાંઠાના CDMO અને CDHO અધિકારીએ આ ઘટનાને મોકડ્રિલનો ભાગ ગણાવ્યો હતો અને કોઈ પણ સ્ટાફને જાણ કર્યા વગર અચાનક મોકડ્રિલ કરાતા મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પણ દોડધામ જોવા મળી હતી અને આ ઘટના ને મોકડ્રિલ જાહેર કરી હતી અને જે ઘાયલ થયેલ વ્યક્તિ હતો તે આરોગ્ય વિભાગનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું

(9:32 PM IST)