તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
વડોદરાના પાદરાના ડબકા ગામમાં જર્જરીત બની ગયેલી પાણીની ટાંકીને સુરક્ષાના કારણોસર તોડી પડાઈ
ટાંકી પર લાંબા સમયથી તિરાડો પડી ગઈ હતી અને પોપડા પણ ઊખડવા લાગ્યા હતા: સેકંડોમાં જ વિશાળ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામમાં જર્જરીત બની ગયેલી પાણીની ટાંકીને સુરક્ષાના કારણોસર તોડી પાડવામાં આવી હતી. ટાંકી પર લાંબા સમયથી તિરાડો પડી ગઈ હતી અને પોપડા પણ ઊખડવા લાગ્યા હતા, જેના કારણે કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તેવી ભીતિ ઉભી થઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના ભાગરૂપે ટાંકીને નિયંત્રિત રીતે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન સેકંડોમાં જ વિશાળ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી. ટાંકી તોડવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
