તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
સાગબારાના કુઇદા ( ગોસાઇ ફળીયુ )માં બે પક્ષો વચ્ચે રસ્તા બાબતે મારામારીમાં ૨૯ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ
પીઆઇ જે.એમ. લટા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા બાદ મામલો સંભાળ્યો :સામ સામી ફરિયાદ દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :મળતી માહિતી અનુસાર ગોવિંદભાઇ જાલમસિંગભાઇ ગોસાઇ( રહે.કુઇદા (ગોસાઇ ફળીયુ ) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના ઘરની આગળના ભાગે આવેલ ફળીયામા અવર-જવર કરવા માટેના રસ્તા બાબતે આરોપીઓતેમના ઘર આગળ આવેલ રસ્તો કેમ પહોળો કરવા દેતા નથી તેમ કહી ઝગડો કરી ગાળાગાળી કરી પુજાબેન ગોવિંદભાઇ જાલમસિંગભાઇ ગોસાઇ નાઓને ગોવિંદભાઇ મનોજભાઇ ગોસાઇ નાઓએ તેના હાથમાં રહેલ ઇંટના ટુકટા વડે કપાળની ડાબી બાજુ તથા જમણા હાથના કાંડાના ભાગે તથા માથાના પાછળના ભાગે મારી દઈ ઇજા કરી તથા રાજલબેન રવિન્દ્રભાઇ જાલમસિંગભાઈ ગોસાઈ નાઓને ગોવિંદભાઈ મનોજભાઇ ગોસાઇ તથા સીમાબેન ગોવિંદભાઈ મનોજભાઇ ગોસાઇ તથા અરવિંદભાઇ મનોજભાઇ ગોસાઇ તથા બેબીબેનઅરવિંદભાઇ મનોજભાઈ ગોસાઈનાઓએ ઢીકાપાટુનો માર મારી ઇજા કરી તેમજ જાલમસિંગભાઇ વિઠ્ઠલસિંગ ગોસાઇ તથા લીલાબેન જાલમસિંગભાઇ વિઠ્ઠલસિંગ ગોસાઇ નાઓ સાથે ઝપાઝપી કરી તેમજ શનાભાઇ જાલમસિંગભાઈ ગોસાઇ તથા જયશ્રીબેનશનાભાઇ જાલમસિંગભાઇ ગોસાઇ નાઓ સાથે ઝપાઝપી કરી ઝગડો કરી તેમજ ગોવિંદભાઇ મનોજભાઇ ગોસાઇ નાઓએ ફરીયાદીને "તારૂ જ કામ હતુ તુ બાકી રહી ગયેલ છે* તેમ કહી આરોપીએ તેના હાથમા રહેલ બેટ વડે ફરીયાદીને માથાના ભાગે એક સપાટો મારી દઈ ઇજા કરી તથા અન્યો ને પણ માર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કર્યો હતો.
જ્યારે સામે પક્ષે ગોવિંદભાઈ મનોજભાઈ ગોસાઈ (રહે.સેલંબા કુઈદા ફળીયું તા.સાગબારા, જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ કુઇદા ગામના ગોસાઇ ફળીયામાં અવર-જવર માટે પંચાયતનો રસ્તો ખુલ્લો કરવા બાબતે ફરિયાદી અન્યો એ આરોપીઓ ગોસાઇ ફળીયામાં રહેતા જેન્તીભાઇ ઉત્તમભાઈ ગોસાઇ નાઓના ઘરે પંચ ભેગા કરી અવર જવરના રસ્તા બાબતે વાતચીત કરતા હતા અને પંચમાં વાતનો કોઇ નિકાલ ન આવતા ફરીયાદી તથા અન્યો પોત પોતાના ઘરે જવા નીકળેલ તે વખતે સીમાબેન ગોવિંદભાઈ ગોસાઇ નાઓ સાથે પોતાના ઘરે જતા હતા તે વખતે ગણેશભાઇ રૂપસિંગભાઇ ગોસાઈ નાઓના ઘર પાસે પહોંચતા મારી ફરીયાદીને ડંડા વડે માથામાં પાછળના ભાગે તથા માથામાં ડાબી બાજુ તેમજ ડાબી આંખની ભ્રમરમાં ચામડી ફાટી જઈ લોહી નીકળી ઇજા કરી તથા રમીલાબેન મનોજભાઈ ગોસાઇ નાઓને માથામાં પાછળના ભાગે ઇજા કરી તથા પાયલબેન રાહુલભાઇ ગોસાઇ નાઓને જમણા ખભાના ભાગે ઈજા પહોંચાડી તથા હિતેશભાઇ ગોવિંદભાઇ ગોસાઇ નાઓને કપાળ ઉપર જમણી બાજુએ ઇજા પહોંચાડી તથા અન્યો ને પણ માર મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોય સાગબારા પોલીસે બંને પક્ષ ની ફરિયાદ માં કુલ.૨૯ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જે પૈકી ૧૪ વ્યક્તિઓ ને ઝડપી જેલ માં મોકલી આપ્યા હતા જ્યારે બીજા આરોપીઓને પકડવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે. આ ગુનામાં સાગબારા આમ આદમી પાર્ટી ના ઉપ પ્રમુખ પંજાબેન ગોસાઈ પણ આરોપી હોવાનું પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું છે. તપાસ પીઆઇ જે.એમ.લટા , સાગબારા પો.સ્ટે. કરી રહ્યા છે
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
