તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
છોટાઉદેપુરમાં ગ્રામસભામાં સામાન્ય બોલાચાલીથી વિવાદ અચાનક ભભૂક્યો અને મારામારીમાં ફેરવાયો
ગામના પડતર રસ્તાના પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત બાદ સરપંચના પતિ અને અરજદાર ગ્રામજનો વચ્ચે લોહીલુહાણ મારામારી અને ભારે ખેંચતાણ શરૂ થઈ જેને પગલે ગ્રામસભામાં અફરાતફરી મચી

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વિકાસ કામોની ચર્ચા દરમિયાન અચાનક મોટો હોબાળો અને મારામારી થવાની ચકચારી ઘટના સામે આવી છે. પંચાયતની સત્તાવાર બેઠકમાં મહિલા સરપંચ રૂજલીબેન રાઠવા તેમના પતિ સાથે હાજર હતા, તે સમયે સ્થાનિક ગ્રામજનો કણછોડ રાઠવા અને અર્જુન રાઠવા દ્વારા ગામના પડતર રસ્તાના પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રસ્તાની આ રજૂઆત બાદ સામાન્ય બોલાચાલીમાંથી વિવાદ અચાનક ભભૂકી ઉઠ્યો હતો અને જોતજોતામાં સરપંચના પતિ અને અરજદાર ગ્રામજનો વચ્ચે લોહીલુહાણ મારામારી અને ભારે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી, જેને પગલે ગ્રામસભામાં અફરાતફરી મચી ગઈ હતી. પંચાયત ભવનમાં મામલો વધુ બિચકતાં ત્યાં હાજર અન્ય સમજદુ ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ તાત્કાલિક વચ્ચે પડીને માંડ-માંડ મામલો શાંત પાડ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
