News of Sunday, 21st June 2026
પંચમહાલના ગોધરાના ઝુડિયો શો રૂમ પાસે કારમાં ભીષણ આગ લાગી
વાવડી વિસ્તારમાં આવેલ ઝુડિયો શોરૂમની બહાર પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

પંચમહાલના ગોધરાના ઝુડિયો શો રૂમ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી. પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોધરાના વાવડી વિસ્તારમાં આવેલ ઝુડિયો શોરૂમની બહાર આ ઘટના બની હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
