તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
કારમી મોંઘવારીમાં આર્થિક નબળા વ્યક્તિ એ ફાંસો ખાઈને આપઘાત કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ, નિશાળફળીયુ ગામના વ્યક્તિએ ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.
મળતી માહિતી મુજબ મરનાર અરવિંદભાઇ પ્રભાકરભાઇ વસાવા (ઉ.વ.આ.૪૦ )(રહે. કોલવાણ, નિશાળફળીયુ તા.સાગબારા જી.નર્મદા) નાઓની આર્થિક પરિસ્થિતી સારી ન હોય અને કોઇ કામધંધો કરતા ન હોય પોતાના પરિવારની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકતા ન હોય જેથી છેલ્લા એકાદ વર્ષથી માનસીક તણાવમાં રહેતા હતા અને અસ્થિર મગજના જેવા થઇ ગયેલ હોય જેથી તેઓએ પોતાની જાતે ઘરમાં આગળના ગાળામાં (રૂમમાં) ઘરની છતના લાકડા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઇ લેતા મોત થયું હોય સાગબારા પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
