તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
તીર્થસ્થાન ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું :અધિક જેઠ પૂનમ નિમિત્તે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તોની હકડેઠઠ ભીડ
વહેલી સવારથી ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોએ લાઇન લગાવી: ઉનાળાની આકરી ગરમીમાં પણ ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા

ખેડા જિલ્લાના તીર્થસ્થાન ડાકોરમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અધિક જેઠ પૂનમ નિમિત્તે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તોની હકડેઠઠ ભીડ જોવા મળી હતી ,આજે વહેલી સવારથી ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોએ લાઇન લગાવી હતી અને ઉનાળાની આકરી ગરમીમાં પણ ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા
એક માન્યતા છે કે દર ત્રણ વર્ષે આવતા અધિક માસની પૂનમે ડાકોરજીના દર્શન કરવા અને પૂજા-અર્ચના કરવાથી પુણ્ય મળે છે. પૂનમના પવિત્ર દિવસે ભગવાન રણછોડરાયજીને ખાસ કિંમતી વસ્ત્રો, મુગટ અને ઝવેરાતનો શૃંગાર કરવામાં આવ્યો. હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
