તા. ૧૬ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 20th October 2026
રૂપાલમાં આસ્થાનું ઘોડાપૂરઃ લાખો ભક્તોની ભીડ વચ્ચે રસ્તાઓ પર વહી ઘીની નદીઓ
રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી મહોત્સવમાં લાખો ભક્તો ઉમટ્યા, ઘીના અભિષેકથી માર્ગો થયા તરબોળ

અમદાવાદ,તા.૨૦: વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના પરંપરાગત પલ્લી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આસો સુદ નોમના પવિત્ર અવસરે યોજાયેલા આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી અંદાજે ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. ભક્તોની અતૂટ શ્રદ્ધા અને પરંપરાગત ઉત્સાહ વચ્ચે યોજાયેલી પલ્લી યાત્રા દરમિયાન હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેના કારણે ગામના રસ્તાઓ પર ઘી વહેતું હોય તેવાં લ્લશ્યો જોવા મળ્યાં હતાં.
રૂપાલની પલ્લીમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. લાખો લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માતાજીના રથના દર્શન માટે લોકોએ પડાપડી કરી હતી.
રૂપાલ ગામમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીનો પ્રસિદ્ધ પલ્લી મેળો યોજાયો હતો. રાત્રે ૧૨ વાગ્યથી સવારે ૬ વાગ્યા સુધી નીકળેલી પલ્લી યાત્રામાં ભક્તોએ પોતાની માનતા પૂરી કરવા હજારો લીટર શુદ્ધ ઘી ચઢાવ્યું હતું. જેના કારણે રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતીજોવા મળી હતી. ઘીને લોકોએ ટ્રેક્ટરમાં એકઠું કર્યું હતું.
રૂપાલમાં પલ્લી મહોત્સવની મુખ્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ મધ્યરાત્રિએ ૧૨ વાગ્યા પછી પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લી રથયાત્રા ગામમાં ભ્રમણ માટે નીકળી હતી. પરંપરા અનુસાર પલ્લી ગામના આશરે ૨૭ નિヘતિ ચોકમાંથી પસાર થઈ હતી. રાત્રિના અંધકારમાં દીવાઓની રોશની, જયઘોષ અને માતાજીના ભક્તિગીતો વચ્ચે પલ્લીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માર્ગો પર એકત્ર થયા હતા.
પલ્લી શરૂ થતાં પહેલા ચાવડા પરિવાર દ્વારા પરંપરા નિભાવવવામાં આવી હતી. ત્યાર બાદ પલ્લી ગામના ૨૭ ચોકમાં ફરી હતી. રૂપાલની પલ્લી યાત્રાનું સૌથી વિશિષ્ટ આકર્ષણ પલ્લી પર કરવામાં આવતો શુદ્ધ ઘીનો અભિષેક રહ્યો હતો. ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે ઘી અર્પણ કર્યું હતું. કેરબા, ડબ્બા અને ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ઘી લાવવામાં આવ્યું હતું અને પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું. ઘીના અભિષેકને કારણે ગામની ગલીઓ અને માર્ગો પર ઘી વહેતું જોવા મળ્યું હતું. આ અનોખી પરંપરાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો મોડી રાત સુધી જાગતા રહ્યા હતા. મકાનોના ધાબા અને આસપાસનાં ઊંચાં સ્થળો પરથી પણ ભાવિકોએ પલ્લીનાં દર્શન કર્યા હતાં. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી, જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિગલે પણ પરિવાર સાથે દર્શન કરી ઘી અર્પણ કર્યું હતું.
પલ્લી મહોત્સવને લઈને સમગ્ર રૂપાલ ગામને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ગામની શેરીઓ અને માર્ગો ભક્તિભાવના રંગે રંગાયેલાં જોવા મળ્યાં હતાં. મહિલાઓ માથે માટલી અને દીવા લઈને દર્શન માટે પહોંચી હતી, જ્યારે યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વયજૂથના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું, નવરાત્રિના નવમા નોરતે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે બિરાજમાન શ્રી વરદાયિની માતાજીના દર્શન અને પૂજન-અર્ચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ઐતિહાસિક અને પરંપરાગત પલ્લી યાત્રા પૂર્વે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને રાજ્યના સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરી. આ ભક્તિમય વાતાવરણમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સાથે સંવાદનો સ્નેહપૂર્ણ અવસર પણ પ્રાપ્ત થયો. જય વરદાયિની માં
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
