News of Tuesday, 24th November 2026
અંબાજી નજીક જેતવાસના ચામુંડા માતાજીના મંદિરે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો
ભક્તોએ મા ચામુંડાના દિવ્ય દર્શન અને અન્નકૂટના દર્શનનો લ્હાવો લીધો :બહેનોએ ભજન દ્વારા દેવીની આરાધના કરી

અંબાજી નજીક આવેલા જેતવાસ ગામના પૌરાણિક ચામુંડા માતાજીના મંદિરે દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા. ભક્તોએ મા ચામુંડાના દિવ્ય દર્શન અને અન્નકૂટના દર્શનનો લ્હાવો લીધો હતો. બહેનોએ ભજન દ્વારા દેવીની આરાધના કરી હતી. પર્વની ઉજવણી પરંપરાગત ઉત્સાહ અને શ્રદ્ધા સાથે કરવામાં આવી હતી.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
